પાકિસ્તાની સૈનિકોએ અંકુશરેખા પર યુદ્ધવિરામનો ભંગ કરીને શુક્રવારે કરેલા ફાયરિંગમાં ભારતના ચાર સૈનિક શહીદ થયા હતા. પાકિસ્તાને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ નાગરિકોના પણ મોત થયા હતા. ભારતે પણ વળતો પ્રહાર કર્યો હતો અને પાકિસ્તાનના આઠ સૈનિકોને ઠાર કર્યા હતા.
ભારતીય સેનાએ વળતો હુમલો કરીને પાકિસ્તાનના આર્મીના બંકરો, ફ્યુઅલ ડમ્પ અને લોન્ચપેડનો નાશ કર્યો હતો. આર્મીએ આ અંગે કેટલાંક વિડિયો પણ જારી કર્યો હતો. ભારતના એન્ટી ટેમ્ક મિસાઇલ અને રોકેટ હુમલામાં પાકિસ્તાનના દારુગોળ અને ફ્યુઅલ સ્ટોરેજના બિલ્ડિંગમાં આગ જોવા મળતી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં, કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં અને બારામુલ્લાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનની આ અવળચંડાઇનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે. સેનાએ નાગરિકો અને જવાનોની શહાદતનો બદલો લીધો છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 જવાનોને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આ પાકિસ્તાની જવાનોમાં બેથી ત્રણ એસેસજી કમાન્ડો પણ સામેલ છે. માત્ર આટલું જ નહીં પણ પાકિસ્તાની સેનાના અનેક જવાનો ભારતની જવાબી કાર્યવાહી દરમિયાન ઘાયલ પણ થયા છે. ભારતના આવા જવાબથી પાકિસ્તાની આર્મીમાં ઉહાપોહ મચ્યો છે. સેનાના આધિકારે જણાવ્યું કે ગોળીબારીની આડમાં પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે.