અમેરિકાએ સ્પષ્ટ કર્યુ છે કે રશિયાના ક્રૂડ ઓઇલની આયાત માટે ભારત પર પ્રતિબંધ મૂકવાની કોઇ વિચારણા નથી. અહીં ઉલ્લેખનીય છે કે યુક્રેન પર આક્રમણને પગલે અમેરિકા અને પશ્ચિમ દેશોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધ મૂક્યા છે. આમ છતાં ભારત રશિયામાંથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સેક્રેટરી કેરેન ડોનફ્રાઈડે જણાવ્યું હતું કે, અમે ભારત પર કોઈ પ્રતિબંધ લાદવાના નથી. ભારત સાથેના અમારા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારતના એ પગલાને પણ આવકારીએ છીએ જેમાં યુક્રેનને તેના તરફથી માનવતાવાદી સહાય આપવામાં આવી હતી. ભારતે જે રીતે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી હતી તે નિવેદનને પણ આવકારવું જોઈએ.
અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતું કે તે ભારતનો પક્ષ છોડી શકે નહીં. તે તેના કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે પરંતુ ભારતને પોતાનાથી અલગ થવા દેતો નથી. જો કે, અમેરિકાએ ભારતને લઈને નરમાઈ બતાવી છે પરંતુ રશિયા પર તેનું કડક વલણ યથાવત છે. રશિયાના ઈરાદા પર સવાલ ઉઠાવતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી રિસોર્સિસના આસિસ્ટન્ટ સેક્રેટરી જ્યોફ્રી પ્યાટે કહ્યું કે, જે રીતે રશિયન પ્રેસિડન્ટે ઓઈલ અને ગેસના સંસાધનોનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે