Modi-led India likely to respond militarily to Pakistan's provocations: US
(ANI Photo/ SansadTV)

રાજ્યસભામાં પ્રેસિડન્ટના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે  આક્રમક અંદાજમાં કોંગ્રેસ સહિત વિપક્ષ પર આકરા વળતા હુમલા કર્યા હતા. ભારતની સંસદમાં અદાણીના મુદ્દે સતત બે દિવસ સુધી ઘમાસાણ મચ્યું હતું. રાહુલ ગાંધીએ સંસદમાં અદાણીના મુદ્દે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.

આ ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે આ દેશ કોઇ પરિવારની જાગીર નથી. વિપક્ષ જેટલો વધુ કિચડ ઉછાળશે તેટલા વધુ કમળ ખીલશે. વિપક્ષ સતત સૂત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ એકલા તમામને ભારે પડશે.

મોદીના 90 મિનિટના ભાષણમાં વિપક્ષે સતત મોદી-અદાણી, ભાઇ ભાઇના સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે વિચલિત થયા વગર મોદીએ જણાવ્યું હતું કે તેઓ દેશ માટે જીવે છે અને દેશ માટે કંઈક કરવા માંગે છે. તેનાથી વિપક્ષી દળોમાં ખળભળાટ મચી ગયો છે અને તેઓ માત્ર પોતાને બચાવવા રાજકીય રમત રમી રહ્યા છે.

કોંગ્રેસને ટોણો મારતા વડાપ્રધાને સવાલ કર્યો હતો કે જો પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુ એટલા મહાન હતા, તો શા માટે તેમના વંશજોએ ક્યારેય તેમની અટકનો ઉપયોગ કર્યો નથી.  અહેવાલો મુજબ કોંગ્રેસે આશરે 600 યોજનાઓને નેહરુ-ગાંધી પરિવારના નામ આપ્યા છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર બંધારણની કલમ 356નો દુરુપયોગ કરીને 90 વખત ચૂંટાયેલી સરકારોને બરતરફ કરીને રાજ્યો અને પ્રાદેશિક પક્ષોના અધિકારોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. એકલા ઈન્દિરા ગાંધીએ સરકારોને બરતરફ કરવા માટે આ કલમનો 50 વખત ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસને પોતાની રાજકીય મહત્ત્વકાંક્ષાની ચિંતા છે અને રાષ્ટ્રની કલ્યાણની કોઇ ચિંતા નથી.

મોદીએ જણાવ્યું હતું કે “દેશ દેખ રહા હૈ, એક અકેલા કિતનો કો ભારી પડ રહા હૈ.” ગૃહના મધ્યમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને નિશાન બનાવીને મોદીએ જણાવ્યું હતું કે “નારે બોલને કે લિયે ભી ઉનકો બદલ કરના પડતા હૈ. એક પ્રતીતિ કે કારણ ચલા હૂં, દેશ કે લિયે જીતા હૂં, દેશ કે લિયે કુછ કરને કે લિયે નિકલા હૂં. વિપક્ષમાં તેમનો સામનો કરવાની હિંમત ન હોવાથી રાજકીય વિરોધીઓ રમત રમી રહ્યાં છે.

વડાપ્રધાન ભાષણ આપવા ઊભા થયા થયા ત્યારે હાથમાં પ્લેકાર્ડ સાથે વિપક્ષી સભ્યો ગૃહના મધ્યમાં ઘસી ગયા હતા અને વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને જેપીસીની માગણી કરી હતી. વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા પીએમએ માણિક વર્માની કવિતા ટાંકીને જણાવ્યું હતું કે “કીચડ ઉનકે પાસ થા, મેરે પાસ ગુલાલ. જો જીસ કે પાસ થા, ઉસને દિયા ઉચાલ. કેટલાક લોકોનું વર્તન અને ભાષા માત્ર ગૃહ માટે જ નહીં, પરંતુ દેશ માટે નિરાશાજનક છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું આ દેશ કોઈ પરિવારની જાગીર નથી. અમારી નીતિઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે… પરંતુ આ લોકો જેઓ હવે (કોંગ્રેસ સાથે) બેઠા છે, હું આજે તેમને ખુલ્લા પાડવા માંગુ છું. કોંગ્રેસે કેરળમાં ડાબેરીઓની ચૂંટાયેલી સરકારો, આંધ્રપ્રદેશમાં એનટી રામારાવ, મહારાષ્ટ્રમાં શરદ પવાર અને તમિલનાડુમાં એમજી રામચંદ્રનને બરતરફ કર્યા હતા અને આજે આ પક્ષો કોંગ્રેસની સાથે બેઠા છે. એનટી રામારાવની સરકારને બરતરફ કરવામાં આવી હતી જ્યારે તેઓ તબીબી સારવાર માટે અમેરિકામાં હતા.

LEAVE A REPLY