(ANI Photo/Mohd Zakir)

ભારતે આગામી મહિને વર્ચ્યુઅલ સમિટ માટે G20 સભ્ય દેશોના નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. ગયા મહિને નવી દિલ્હીમાં G20 સમિટના અંતે, ભારતે જાહેરાત કરી હતી કે તે જી-20ની તેની અધ્યક્ષતાના અંત પહેલા નેતાઓની વર્ચ્યુઅલ મીટિંગ કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે હા, આમંત્રણો મોકલવામાં આવ્યા છે. મને ખાતરી નથી કે સમિટની તારીખ જાહેર થઈ છે કે નહીં. દેશોને તારીખ ખબર છે. આપણે નવેમ્બરની એક નિશ્ચિત તારીખ નક્કી કરી છે. અમે શક્ય તેટલા વધુ નેતાઓ સહભાગી થાય તેવું ઇચ્છીએ છીએ. તે એક વર્ચ્યુઅલ ઇવેન્ટ છે. જોકે અમે સમિટ મોટી સંખ્યામાં નેતાઓની હાજરીની આશા છે.

G20 અધ્યક્ષ તરીકે ભારત ગ્લોબલ સાઉથને ફાયદો પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સર્વસમાવેશી વૃદ્ધિ, ડિજિટલ ઇનોવેશન, આબોહવા અને સમાન વૈશ્વિક આરોગ્ય સુવિધા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 9 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી સમિટમાં સંયુક્ત નિવેદન જારી થયું હતું.

 

 

LEAVE A REPLY