યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિંકન 17 જાન્યુઆરી, 2024ના રોજ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 54મી વાર્ષિક બેઠકમાં REUTERS/Denis Balibouse

દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગ બોલતા અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકને બુધવારે ભારતને “અસાધારણ સફળતાની કહાની” ગણાવી હતી. તેમણે ભારતના લોકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને કાર્યક્રમોની સકારાત્મક અસર પર ભાર મૂક્યો હતો.

બ્લિંકને યુએસ પ્રમુખ જો બાઇડન  અને મોદી વચ્ચેના ઉત્તમ સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે તેમની વાતચીતમાં યુએસ-ભારત સંબંધો સહિત તમામ પાસાઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત સફળતાની એક અસાધારણ કહાની દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યુ છે. લાખો ભારતીયોને મોદી સરકારની યોજનાઓના કારણે ફાયદો થઈ રહ્યો છે અને તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ભારતના સબંધો પણ નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે લોકતંત્ર અને લોકોના અધિકારો પરની ચર્ચા પણ નિયમત રીતે થતી રહે છે.

ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદનુ મોજુ જોવા મળી રહ્યું છે તેવા સવાલનો જવાબ આપતા બ્લિન્કને કહ્યું હતું કે અમે ભારત અસાધારણ સફળતાની કહાની રજૂ કરી રહ્યુ હોય તેવુ લાગે છે. ભારતે ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે અને ભારતીયોની જિંદગી પર સરકારની યોજનાઓનો સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે.

 

 

LEAVE A REPLY