યુક્રેનના યુદ્ધને પગલે સપ્લાયના અવરોધો અને ઊંચા ફુગાવાના જોખમોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બેન્કે ભારતના આર્થિક વૃદ્ધિદરના અંદાજમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ વૈશ્વિક નાણાસંસ્થાએ સાઉથ એશિયન રિજનના જીડીપી વૃદ્ધિદરના અંદાજમાં પણ કાપ મૂક્યો છે.
વર્લ્ડ બેન્કે દક્ષિણ એશિયાના સૌથી મોટા અર્થતંત્ર એવા ભારતના આર્થિક વૃદ્ધિદરના અંદાજને ચાલુ નાણાકીય વર્ષ માટે 8.7 ટકાથી ઘટાડીને 8 ટકા કર્યો છે. આની સાથે સાઉથ એશિયા માટેના વૃદ્ધિદરના અંદાજને એક ટકા ઘટાડીને 6.6 ટકા કર્યો છે.
આ આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાએ જણાવ્યું હતું કે મહામારીના ફટકામાંથી શ્રમ બજારમાં રિકવરી અધુરી છે અને ફુગાવાજન્ય દબાણ છે. તેનાથી ઘરેલુ વપરાશમાં ઘટાડો થશે. વર્લ્ડ બેન્કના વાઇસ પ્રેસિડન્ટ (સાઉથ એશિયા)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધથી ક્રૂડ ઓઇલ અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારાને કારણે લોકોની વાસ્તવિક આવકને નેગેટિવ અસર થશે.
જોકે પાકિસ્તાનના જીડીપી વૃદ્ધિદરના અંદાજને ચાલુ નાણાકીય વર્ષ માટે 3.4 ટકાથી વધારીને 4.3 ટકા કર્યો છે અને આગામી વર્ષ માટેના વૃદ્ધિના અંદાજને ચાર ટકાએ જાળવી રાખ્યો છે.
દક્ષિણ એશિયા ક્રૂડ તેલ સહિતની એનર્જીની આયાત કરે છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે આ દેશોએ મહામારીના બે વર્ષ પછી આર્થિક વૃદ્ધિને વેગ આપવાના પગલાં લેવાની જગ્યાએ ફુગાવાને અંકુશમાં લેવાના પગલાં પર ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેવી શક્યતા છે.
માલદિવ્સ માટે આ વર્ષના આર્થિક વૃદ્ધિદરના વર્લ્ડ બેન્કે ભારતની GDP વૃદ્ધિના અંદાજમાં કાપ મૂક્યો

માલદિવ્સ માટે આ વર્ષના આર્થિક વૃદ્ધિદરના અંદાજને 11 ટકાથી ઘટાડીને સીધો 7.6 ટકા કરવામાં આવ્યો છે, કારણ કે તે ક્રૂડ ઓઇલની મોટાપાયે આયાત કરે છે તથા રશિયા અને યુક્રેનમાંથી પ્રવાસીઓના આગમનમાં તીવ્ર ઘટાડો થયો છે. જોકે આર્થિક કટોકટીમાં ફસાયેલા શ્રીલંકાના 2022 માટેના વૃદ્ધિદરના અંદાજને 2.1 ટકાથી વધારીને 2.4 ટકા કર્યો છે, જોકે ચેતવણી આપી છે કે જોકે આર્થિક મુશ્કેલીને કારણે આ ટાપુ દેશનું આર્થિક ભાવિ ઘણું જ અનિશ્ચિત છે.
અંદાજને 11 ટકાથી ઘટાડીને સીધો 7.6 ટકા કરવામાં આવ્યો છે, કારણ કે તે ક્રૂડ ઓઇલની મોટાપાયે આયાત કરે છે તથા રશિયા અને યુક્રેનમાંથી પ્રવાસીઓના આગમનમાં તીવ્ર ઘટાડો થયો છે. જોકે આર્થિક કટોકટીમાં ફસાયેલા શ્રીલંકાના 2022 માટેના વૃદ્ધિદરના અંદાજને 2.1 ટકાથી વધારીને 2.4 ટકા કર્યો છે, જોકે ચેતવણી આપી છે કે જોકે આર્થિક મુશ્કેલીને કારણે આ ટાપુ દેશનું આર્થિક ભાવિ ઘણું જ અનિશ્ચિત છે.