ભારતમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મોદી સરકારે દેશના નાગરીકોને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી દિવાળીના દિવસથી ઘટાડી છે.
પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટીમાં 5 રૂપિયાનો અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલના ભાવ રૂ. 100થી વધુ હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય માણસના અર્થતંત્રને અસર પહોંચી હતી. ગુજરાત સહિત આસામ જેવા રાજ્યોએ વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે પણ પેટ્રોલ-ડીઝલના વેટમાં રૂપિયા ૭નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આથી પેટ્રોલ લિટર દીઠ ૧૨ રૂપિયા અને ડીઝલમાં ૧૭ રૂપિયાનો ઘટાડો થયો છે.