Aflatun recipe from India Express: With Rukmini Iyer

આપણું ભોજન બનાવવાની રીતમાં ક્રાંતિ લાવનાર કલીનરી પાયોનીયર્સમાંના એક રુક્મિણી અય્યરે તેમની ‘રોસ્ટિંગ ટીન સિરીઝ’ વડે ચોક્કસપણે રસોઈની જગ્યાને બદલી નાખી છે. તેઓ આ ઓટમમાં અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ પુસ્તક ‘ઈન્ડિયા એક્સપ્રેસ’ લઇને આવ્યા છે જેમાં દરરોજની તાજી અને સ્વાદિષ્ટ વાનગીઓનું લોન્ચિંગ કરાયું છે.

’ઈન્ડિયા એક્સપ્રેસ’ પુસ્તકની પ્રેરણા તેમને માતા-પિતા સાથેની વાતચીતથી મળી હતી. જેમાં તેઓ 24 કલાકની ટ્રેનની મુસાફરી દરમિયાન રસ્તામાં જે અદ્ભુત ભોજન ખાતા હતા તેની વાતો રુક્મિણીએ સાંભળી હતી. રુક્મિણીના માતાનું વતન કોલકાતા હતું જ્યારે પિતાનું વતન ચેન્નાઈ હતું. રુક્મિણીએ તેમની સાથે ભારતનો પ્રવાસ કર્યો હતો અને તે પૂર્વથી દક્ષિણ સુધીની કૌટુંબિક વાનગીઓ તેમની પાસેથી શીખ્યા હતા. આ પુસ્તકના શીર્ષકમાંનો ‘એક્સપ્રેસ’ શબ્દ મૂળ ટ્રેન પ્રવાસની પ્રેરણા તેમજ રેસિપીની ઝડપ અને સરળતાને પ્રતિબિંબિત કરે છે.

રુક્મિણીએ ભારતીય વીકનાઇટ મીલ્સ અને વિકેન્ડ પ્રોજેક્ટ્સની અદ્ભુત વિવિધતા આ પુસ્તકમાં રજૂ કરી છે જે બનાવવા માટે માત્ર થોડાક જ મસાલાની જરૂર પડે છે. ‘લઘુત્તમ પ્રયાસ, મહત્તમ સ્વાદ’ના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને, આ વાનગીઓ ઝડપથી બને છે અને તે સરળ અને એકદમ સ્વાદિષ્ટ હોય છે. ‘ઈન્ડિયા એક્સપ્રેસ’માં રુક્મિણીએ પોતાના પરિવારોની બંને બાજુની રોજબરોજ બનતી બંગાળી અને દક્ષિણ ભારતીય વાનગીઓ, નાસ્તા અને બ્રંચનો સમાવેશ કર્યો છે. જેમાં દરેક દિવસ માટે કામ આવે તેવી, ઝડપથી બનાવાય તેવી ચીલી ચીઝ સ્ટફ્ડ પરાઠા, મશરૂમ અને પિસ્તા બિરયાની, મલાઈ પ્રોન્સ, કેસર, બદામ અને પનીર ફેસ્ટિવલ પુલાવ, કેરી અને એલચીની લસ્સી જેવા વ્યંજનોનો સમાવેશ કરાયો છે.

આ પુસ્તકમાં 75 જેટલી વાઇબ્રન્ટ અને મોરિશ વાનગીઓ મોટાભાગે શાકાહારી અને શુધ્ધ શાકાહારી છે. ઓથેન્ટીક બંગાળી વાનગીઓમાં કેટલીક ક્લાસિક પ્રોન અને ફિશ ડીશનો પણ સમાવેશ થાય છે.

લેખક પરિચય

રુક્મિણી અય્યર ‘રોસ્ટિંગ ટીન સીરીઝ’ના સૌથી બેસ્ટસેલીંગ લેખિકા છે, જેમની પાંચ વર્ષમાં વૈશ્વિક સ્તરે 1.5 મિલિયન નકલો વેચાઇ છે. તેઓ એક રેસીપી રાઈટર, ફૂડ સ્ટાઈલિશ અને ભૂતપૂર્વ વકીલ છે, જેઓ ન્યૂનતમ ફફ અને મહત્તમ ફ્લેવર સાથે સ્વાદિષ્ટ અને સરળ રેસિપી બનાવવાનું પસંદ કરે છે. રુક્મિણી માને છે કે સારું ખાવા માટે સમય કાઢવો, પછી તે પોતાના માટે હોય કે કુટુંબના જમવા માટે હોય. તે દિવસનો અભિન્ન ભાગ છે અને તે લોકોને શક્ય બનાવવામાં મદદ કરવા માટે ઉત્સાહી છે.

રુક્મિણી કેમ્બ્રિજશાયરમાં ત્રણ શ્રેષ્ઠ ફૂડ કલ્ચર સાથે ઉછર્યા છે. ભોજન રાંધવા માટે રુક્મિણીનો અભિગમ તેની માતાએ ડેલિયા, લિન્ડા મેકકાર્ટની અને જેમીના ભારતીય ભોજનની રેસિપીમાં જે સરળતા સાથે ફેરબદલ કર્યો છે તે જોઈને પ્રેરિત થયો છે.

કુકબુક્સ લખવાની સાથે સાથે, રુક્મિણી ગાર્ડિયન, બીબીસી ગુડ ફૂડ, વેઇટરોઝ અને ફોર્ટનમ એન્ડ મેસન સહિત અસંખ્ય બ્રાન્ડ્સ અને પ્રકાશનો માટે રેસીપીઝ લખે છે અને સાઉથ લંડનમાં જીવનસાથી ટિમ અને પુત્રી સાથે રહે છે.

વધુ વિગત માટે સંપર્ક: rukmini-iyer.com અથવા instagram.com/missminifer

Book: India Express Fresh and Delicious Recipes for Every Day

Author:  Rukmini Iyer

Publisher: Square Peg

Price: £22

(All images: David Loftus)

ઓલ-ઇન-વન ઓબર્જીન, ટોમાટો એન્ડ નાઇજેલા સીડ કરી ફ્રોમ વન-ટીન ડીશ

ભોજન: ચાર લોકો માટે

તૈયારી: 15 મિનિટ

રસોઇનો સમય: 45 મિનિટ

મારી માતા બનાવતા હતા તે મધુર જાફરીની વાનગી ‘ઓબર્જીન ઇન અ પીકલીંગ સ્પાઇસ’નું મારું આ એક અદભૂત સંસ્કરણ છે. મૂળ મસાલેદાર વાનગીમાં ટામેટાંની ચટણી બનાવતા પહેલા ઔબર્જીન (રીંગણ)ને તળવા માટે કહેવાયું હતું. પણ મારી માતા લાંબા સમયથી નાના ઓવનમાં રીંગણની સ્લાઇસને શેકતી. પરંતુ આ સંસ્કરણમાં હું એક પગલું આગળ વધીને, રીંગણની નીચે ચેરી ટામેટાંને રાંધું છું.

સામગ્રી:

300 ગ્રામ અડધા કાપેલા વાઇન ચેરી ટમેટાં

2 ઈંચ છીણેલું આદુ

3 કળી લસણ, છીણેલું

6 બેબી ઓબર્જીન, અથવા 2 મોટા રીંગણની જાડી સ્લાઇસીસ

2 ચમચી નાઇજેલા અથવા કાળા ડુંગળીના બીજ

1 ચમચી વરિયાળીના બીજ

1 ચમચી ધાણાજીરું, થોડુ વાટેલું

1⁄2 ચમચી પીસેલી હળદર

1/2 ચમચી હળવો મરચાનો પાઉડર

2 ચમચા સી સોલ્ટ ફ્લેક્સ

3 ચમચી નેચરલ અથવા ઓલિવ ઓઇલ

ઓવનને 180°C ફેન /200°C / ગેસ 6 પર પ્રિ હીટ કરો.

અડધા કાપેલા ચેરી ટામેટાંને આદુ, લસણ, મસાલા, મીઠું અને તેલને રોસ્ટીંગ ટીન અથવા ઓવન ડીશમાં ટામેટાંને એક સ્તરમાં ફેલાય તે રીતે મૂકો. તે પછી તેમાં રીંગણની સ્લાઇસીસ ઉમેરો.

બધું બરાબર મિક્સ કરો, પછી ટામેટાંની ટોચ પર એબર્જીનની સ્લાઇસીસ ગોઠવો. જો તમને ગમતું હોય, તો તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરીને ઓબર્જિનના ટુકડાને કટ કરી ક્રોસ-હેચ પેટર્ન બનાવો અને પછી મસાલાના મિશ્રણમાં હળવા હાથે ઘસો.

ટીનને ઓવનમાં રાખો અને 40-45 મિનિટ માટે રીંગણ રંધાઇ જાય ત્યાં સુધી શેકો. ડીશ તૈયાર થાય એટલે ગરમાગરમ સર્વ કરો.

આ ડીશને બટરી સફેદ ભાત સાથે ખાવામાં આવે તો અનેરો અનંદ આવે છે.

જો આ ડીશનો ભાગ બચી જાય તો બે દિવસ સુધી ફ્રિજમાં રાખો અને ખાવાનું મન થાય ત્યારે માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવ.

શાહી ટુકડા બ્રેડ એન્ડ બટર પુડિંગ – સ્વીટ્સ એન્ડ ડ્રિંક્સમાંથી

ભોજન – 6-8 લોકો માટે

તૈયારી: 15 મિનિટ

રસોઇ: 25-30 મિનિટ

શાહી ટુકડા એ એક સમૃદ્ધ મુઘલ ડીઝર્ટ છે. જેમાં ક્રિસ્પ બટર ફ્રાઇડ બ્રેડને એલચી-અને-કેસર-ભેળવેલા દૂધમાં પલાળવામાં આવે છે. ઝડપથી બનાવવા માટે મેં બ્રિઓચ બ્રેડ અને બટર પુડિંગમાં તેનું રૂપાંતરિત કરવાનું નક્કી કર્યું છે. જેથી તમને વાનગીમાં કેસર અને એલચીના અદ્ભુત ફ્લેવરની સાથે ક્રિસ્પ ટોપિંગ મળે. તેમાં બ્લેકબેરી અને પિસ્તા મારો ઉમેરો છે. મારી માતા મીળ ડીશને સાઇડમાં ક્લોટેડ ક્રીમ સાથે પીરસે છે, અને પરંપરાનો ભંગ ન થાય તે માટે, હું પણ તેને સર્વિંગ સૂચન તરીકે અહીં આપું છું.

સામગ્રી:

50 મિલી હોલ કે સેમી સ્કિમ્ડ દૂધ

3 મીડીયમ ફ્રી-રેન્જ ઈંડાની જરદી

85 ગ્રામ કેસ્ટર સુગર

300 મિલી સિંગલ ક્રીમ

400 ગ્રામ ચાર ટૂકડા કરેલી બ્રિઓચ બ્રેડ

150 ગ્રામ બ્લેકબેરી

મુઠ્ઠીભર સમારેલા પિસ્તા

ક્લોટેડ ક્રીમ, પીરસવા માટે

1⁄2 ચમચી સારૂ કેસર

6 ઇલાયચીના પીસેલા દાણા

પકાવવા માટે પ્રિ હીટ ઓવન 150°C  ફેન / 170°C / ગેસ 3 પર પ્રીહિટ કરો.

એક નાની તપેલીમાં દૂધ ગરમ કરો અને તેમાં કેસર ઉમેરો. તાપ બંધ કરી તેને ચડવા દો.

દરમિયાન, ઈંડાની જરદીને કેસ્ટર સુગર, સિંગલ ક્રીમ અને ઇલાયચીના દાણા મિક્સ કરી હલાવો. બ્રિઓચ બ્રેડના ટૂકડા અને બ્લેકબેરીને બટર લગાવેલા રોસ્ટીંગ ટીન અથવા ફ્લાન ડીશમાં ગોઠવો અને એગી કસ્ટર્ડ તેના પર રેડો.

દૂધમાં કેસરને મેશ કરવા માટે એક ચમચીના પાછળના ભાગનો ઉપયોગ કરો (આનાથી વધુ રંગ આવશે), અને પછી આખા પૂડીંગ પર કાળજીપૂર્વક ઝરમર ઝરમર છાંટો. તે પછી પિસ્તા ભભરાવો. તે પછી પ્રિ હીટ ઓવનમાં 25-30 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન અને ટોચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી મૂકી રાખો. એક વખત તૈયાર થઇ જાય ત્યાં સુધી ક્લોટેડ ક્રીમ સાથે તરત જ સર્વ કરો.

નોંધ: તમે શ્રેષ્ઠ કેસરનો ઉપયોગ કરો: મને બેલાઝુ બ્રાન્ડ સતત સારી અને અદ્ભુત રીતે સુગંધિત લાગે છે.

‘ઈન્ડિયા એક્સપ્રેસ’ પુસ્તકની નકલ જીતો

‘ગરવી ગુજરાત’ના પાંચ વાચક મિત્રો ‘ઈન્ડિયા એક્સપ્રેસ’ પુસ્તકની નકલો જીતી શકે છે અને તે મેળવવા માટે શુક્રવાર, 9 ડીસેમ્બર સુધીમાં શ્રીમતી દક્ષા ગણાત્રાને [email protected] પર ઈમેલ મોકલવા વિનંતી છે.

કૃપા કરીને તમારું પૂરું નામ, સરનામું, દિવસ દરમિયાન સંપર્ક કરી શકાય તેવો ટેલિફોન નંબર અને આપનો સબ્સ્ક્રિપ્શન નંબર મોકલવો જરૂરી છે. વિજેતાઓના નામની પસંદગી ડ્રો દ્વારા કરવામાં આવશે.

LEAVE A REPLY