પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની કુલ નિકાસમાં સ્માર્ટફોન હવે મોટો ફાળો આપી રહ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતે 16.6 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી હતી. આમ ભારતની નિકાસમાં સ્માર્ટફોન સૌથા ક્રમે સૌથી મોટી આઇટમ બની છે. ૨૦૨૩ના નાણાકીય વર્ષમાં સ્માર્ટફોનની નિકાસનો આંક પાંચમાં સ્થાને રહ્યો હતો.

ભારત ૨૦૨૨થી સ્માર્ટફોનની નિકાસના ડેટા અલગથી જાહેર કરે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩માં મોટર ગેસોલિન ચોથા ક્રમે રહ્યું હતું જેનું સ્થાન હવે સ્માર્ટફોને લીધુ છે. ગયા નાણાં વર્ષમાં સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક  ધોરણે ૪૨ ટકા વધી ૧૫.૬૦ અબજ ડોલર રહી હતી. ભારતમાંથી સૌથી વધુ નિકાસ પેટ્રોલિયમ પ્રોડકટસની થાય છે.

ભારતના સ્માર્ટફોનની અમેરિકા ખાતે નિકાસ ૧૫૮ ટકા વધી ૫.૬૦ અબજ ડોલર રહી છે જ્યારે યુએઈ ખાતે નિકાસ ૨.૬૦ અબજ ડોલર, નેધરલેન્ડસમાં ૧.૨૦ અબજ ડોલર અને યુકે ખાતે ૧.૧૦ અબજ ડોલરની નિકાસ થઈ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૪માં ભારતમાં નિકાસ તથા ઘરઆંગણે માટે  ઉત્પાદિત થયેલા મોબાઈલ ડીવાઈસિસનું એકંદર મૂલ્ય રૂપિયા ૪.૧૦ ટ્રિલિયન રહ્યું હતું જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ની સરખામણીએ ૧૭ ટકા વધુ છે. ભારત સરકારની પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમની સૌથી વધુ સફળતા સ્માર્ટફોન ઉદ્યોગમાં જોવા મળી છે. આ સ્કીમને કારણે ચીન બાદ ભારત મોબાઈલ ઉત્પાદનનો બીજો મોટો દેશ બની શકયો છે

 

LEAVE A REPLY