પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન, ફેફસામાં ઈન્ફેક્શનના કારણે આજે ફરી એડ્મિટ કરાયા હતા. સાંજે અંતિમ શ્વાસ લીધા.પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમનો પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના કિરનાહર શહેરની નજીક મિરાતી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો.
તેમણે ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી. 26 જાન્યુઆરી 2019ના રોજ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે 25 જુલાઈ 2012ના રોજ ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના દીકરા અભિજીત બેનરજીએ ટ્વિટ કરીને પણ આ વાત જણાવી છે.
પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટે દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ દિવસે બ્રેઈન ક્લોટિંગ હટાવવા માટે ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. ત્યારથી તેમની હાલત નાજુક છે. પ્રણવે 10 તારીખે પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત જણાવી હતી.