અંડર-19 ભારતીય ટીમ ia)નો દબદબો આ વર્લ્ડકપમાં યથાવત રહ્યો છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડકપ જીતી લીધો છે. 2022ના જુનિયર ક્રિકેટ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને હરાવવાની સાથે ભારતે 5મી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ પહેલા ભારેત વર્ષ 2002, 2008, 2012 અને 2018માં ટ્રોફી પોતાના નામે કરી હતી. જુનિયર ભારતીય ટીમે મેળવેલી સફતા બાદ શુભેચ્છાઓ અને ઈનામોનો વરસાદ શરુ થઈ ગયો હતો.
ભારતીય ટીમ તરફથી મેન ઓફ ધ મેચ રાજા બાવાએ 5 વિકેટ અને 35 રન સાથે ઓલરાઉન્ડર ખેલાડી તરીકે અદ્ભૂત પ્રદર્શન કર્યું હતું. હરનૂર સિંહ અને નિશાંત સિંધુની અર્ધ સદીના દમ પર ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટથી અંડર-19 વર્લ્ડકપમાં જીત મેળવી લીધી છે. સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરીને 44 ઓવરમાં ઓલઆઉટ થઈને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 48.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવીને કપ પોતાના નામે કર્યો હતો. દિનેશે વનડે વર્લ્ડકપ 2011માં ધોનીએ ફટકારેલા છગ્ગાની જેમ ગેમને ફિનિશ કરી હતી.
190 રનના લક્ષ્યોનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરુઆત રહી હતી. ઓપનર અંગકૃષ્ણ રઘુવંશીએ ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગું થવું પડ્યું હતું, તેણે પહેલી જ ઓવરમાં જોશુઆ બોડેનના બોલ પર એલેક્સના હાથ કેચ આઉટ થયો હતો. આ પછી હરનૂર અને શેખ રશીદે સ્થિતિ સંભાળીને ટીમને 50 રનની નજીક લઈ ગયા હતા, જોકે, 49 રનના સ્કોર પર ભારતે બીજી વિકેટ ગુમાવી હતી.
આ પછી વાઈસ કેપ્ટન શેખ અને કેપ્ટન યશ ઢુલેએ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, શેખે 84 બોલમાં 6 છગ્ગા ફટકારીને 50 રન કર્યા હતા અને તે પછી તેણે જેમ્સે સેલેસની ઓવરમાં વિકેટ ગુમાવી હતી, આ પછી સેલેસે કેપ્ટન યશને પણ 17 રને પેવેલિયન ભેગો કર્યો હતો. હવે ભારતનો સ્કોર 97 રન પર 4 વિકેટ હતો. અહીંથી રાજા બાવા અને નિશાંત સિંધુએ 88 બોલમાં 67 રનની શાનદાર પાર્ટનરશિપ કરીને ભારતને જીતની નજીક પહોંચાડી દીધું હતું.ભારત જીતની એકદમ નજીક હતું ત્યારે 43મી ઓવરમાં જોસુઆએ ટોમ પ્રેસ્ટના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી દિનેશે 48મી ઓવરમાં છગ્ગો ફટકારીને ભારતને મોટી જીત અપાઊ હતી.