ભારતમાં અત્યારે ચાલી રહેલી લોકસભાની ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને તેમાં અંદાજે 66.95 ટકા મતદાન નોંધાયું છે. આ ચાર તબક્કાની ચૂંટણીમાં 451 મિલિયન જેટલા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર સીઈસી રાજીવ કુમારની આગેવાની હેઠળના પંચે પાંચમા, છઠ્ઠા અને સાતમા તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા રાજ્યોના ચૂંટણી અધિકારીઓને તમામ મતદાતાઓને સમયસર મતદાર માહિતી સ્લિપનું વિતરણ કરવા અને આઉટરીચ પ્રવૃત્તિઓ વધારવાના નિર્દેશ આપ્યા હતા. નાગરિકોમાં મતદાન જાગૃત્તિ વધારવા માટે જાહેર અને ખાનગી સંસ્થાઓ, સેલિબ્રિટીઓએ કેમ્પેઇન કર્યું હતું.

LEAVE A REPLY