વર્ષ 2019-20નું આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યું છે. આ સર્વે રિપોર્ટમાં અર્થવ્યવસ્થાને લઇ ગણા મહત્વના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, નાણાકિય વર્ષ 2020-21માં GDP ગ્રોથ રેટ 6-6.5 વચ્ચ રહી. જીડીપી ગ્રોથ રેટને ળઇ સરકારનું આ અનુમાન ચાલૂ નાણાકિય વર્ષ કરતા 0.5 થી 1 ટકા સુધી વધુ રહ્યું છે. તમને જણાવી દઇએ કે, સરકારે ચાલુ નાણાકિય વર્ષ માટે જીડીપી ગ્રોથ રેટના અનુમાનને 5 ટકા પર રાખ્યુ છે. આર્થિક સર્વે રિપોર્ટ અનુસાર રાજકોષીય ગ્રોથ 5 ટકા રહેવાનું અનુમાન છે.
સર્વે રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, FY 2020-2025 વચ્ચે સરકાર ઇન્ફ્રા સેક્ટરમાં 102 લાખ કરોડનું રોકાણ કરશે. સર્વે રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે, આગામી ત્રણ વર્ષોમાં ઇન્ફ્રરા સ્ટ્રક્ચર 1.4 ટ્રિલિયન ડૉલર એટલે કે, 100 લાખ કરોડના રોકાણની જરૂર છે જેથી ઇકોનોમીની ગ્રોથમાં તે અડચણ ના બને. વર્ષ 2014થી જ મોંઘવારી સતત ઘટતી જઇ રહી છે. 2014-19 દરમિયાન મોટા ભાગની ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઉતાર-ચઢાવમાં ઘટાડો નોંધાયો છે.
રિપોર્ટ અનુસાર ભારતની વિશાળ અર્થવ્યવસ્થાની ગ્રોથ માટે એક કુશળ બેંકિંગ ક્ષેત્રની આવશ્યક્તા છે. આર્થિક સર્વે રિપોર્ટ અનુસાર ભારતને 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવા માટે વેપાર અનુકૂળ નીતિનો પોત્સાહન આપવું મહત્વનું છે. સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઔદ્યોગિક ક્ષેત્રનું પ્રદર્શન વર્ષ 2017-18ની તુલનામાં 2018-19માં સુધારો આવ્યો છે.
જોકે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (એનએસઓ) દ્વારા અનુમાનિત ઘરેલૂ ઉત્પાદન વર્ષ 2018-19ની પ્રથમ છ મહિનામાં 8.2 ટકાની તુલનામાં વર્ષ 2019-20ના પ્રથમ છ મહિનામાં ઔદ્યોગિક ક્ષેત્રનું સફળ મૂલ્યવર્ધન 1.6 ટકા વધુ નોંધવામાં આવ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઓછી વૃદ્ધિનું મુખ્ય કારણ વિનિર્માણ ક્ષેત્ર છે, જેમા 2019-20ના પ્રથમ છ મહિનામાં 0.2 ટકાની નકારાત્મક વૃદ્ધિ નોંધાઇ.
સિકલ મૂલ્યવર્ધન અર્થશાસ્ત્ર, કોઈ પણ ક્ષેત્ર, ઉદ્યોગ, અર્થતંત્ર અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં ઉત્પાદિત માલ અને સેવાઓનું માપ છે. વર્ષ 2018-19 દરમિયાન ભારતીય રેલવેએ 120 કરોડ ટન માલની અવરજવર કરી અને આ ચોથો ચૌથી મોટો માલવાહક બન્યો. આ પ્રમાણે જ રેલવેએ 840 કરોડ યાત્રીઓના કારણે દુનિયાનું સૌથી મટું યાત્રી વાહક પણ બન્યું