Rajnath urges Army to maintain high vigilance on the border with China
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (ANI Photo)

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત એવી વૈશ્વિક વ્યવસ્થામાં માનતું નથી જ્યાં કેટલાક ગણ્યાગાંઠ્યા દેશોને અન્ય કરતા શ્રેષ્ઠ ગણવામાં આવે. જો સુરક્ષા ખરેખર સામૂહિક સાહસ બની જાય તો આપણે એવી વૈશ્વિક વ્યવસ્થા બનાવવાનું વિચારી શકીએ છીએ કે જે આપણા બધા માટે ફાયદાકારક હોય. 

નેશનલ ડિફેન્સ કોલેજ ખાતેના એક સંબોધનમાં તેમણે સાયબર-એટેક અને ઇન્ફર્મેશન વોર જેવા ગંભીર ઉભરતા સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના નક્કર પ્રયાસો માટે પણ હાકલ કરી હતી. ઇન્ફર્મેશન વોર રાજકીય સ્થિરતાને જોખમમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે 

તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સમાજમાં કેટલા નકલી સમાચાર અને નફરતની સામગ્રી લાવી શકાય છે તેનો કોઈ હિસાબ નથી. સોશિયલ મીડિયા અને અન્ય ઑનલાઇન કન્ટેન્ટ જનરેશન પ્લેટફોર્મનો સંગઠિત ઉપયોગ લોકોના અભિપ્રાય અથવા પરિપ્રેક્ષ્યને બદલવા માટે કરવામાં આવે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઇન્ફર્મેશન વોરની અસર સ્પષ્ટ દેખાય છે. આ યુદ્ધ દરમિયાન સોશિયલ મીડિયા પોતાની રીતે પક્ષ રજૂ કરવા માટે બંને પક્ષો માટે યુદ્ધનું મેદાન બન્યું છે.  

રાષ્ટ્રીય સુરક્ષાને મોદી સરકારનો મુખ્ય ફોકસ ગણાવતા સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે દેશના હિતોનું રક્ષણ થાય ત્યારે દેશની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ થઈ શકે છે. સમાજના વિકાસ અને સમૃદ્ધિ માટે સુરક્ષા અત્યંત આવશ્યક છે. સાયબર વોરફેરથી સાવધ રહેવાની સલાહ આપતાં તેમણે જણાવ્યું હતું કે તેનાથી મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોખમ ઊભું થઈ શકે છે.  

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) તેમજ ઈન્ડો-પેસિફિકમાં ચીનની આક્રમક સૈન્ય સ્થિતિ અંગે વધતી ચિંતાઓ વચ્ચે રાજનાથે જણાવ્યું હતું કે માનવતા અને ગૌરવ ભારતના કોઇપણ પગલાંના માર્ગદર્શક સિદ્ધાંત છે. જે આપણા પ્રાચીન નૈતિકતા અને તેનાનૈતિક પાયાનો એક ભાગ છે.  

સંરક્ષણ પ્રધાને કહ્યું કે મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ બીજાના ભોગે નહીં થાય. તેના બદલે ભારત અન્ય રાષ્ટ્રોને તેમની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ કરવા માગે છે. જો સુરક્ષા ખરેખર સામૂહિક સાહસ બની જાય તો આપણે એવી વૈશ્વિક વ્યવસ્થા બનાવવાનું વિચારી શકીએ છીએ કે જે આપણા બધા માટે ફાયદાકારક છે. 

 

LEAVE A REPLY