દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની ટી-20 સીરીઝની રવિવારની (10 ડીસેમ્બર) ડરબન ખાતેની પ્રથમ મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.
મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ કરી શકાયો નહોતો. આખરે મેચ રદ કરવી પડી હતી. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધીમાં વિવિધ કારણોસર ટી-20ની 121 મેચ રદ કરવી પડી છે, તેમાં વેસ્ટ ઈન્ડિઝની 10 મેચ પરિણામ વિનાની રહી ગઈ છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં ટી-20 ફોર્મેટમાં 8 સિરીઝ રમાઈ છે. ભારતે ચાર અને દક્ષિણ આફ્રિકાએ બે સીરીઝમાં વિજય નોંધાવ્યા હતા, તો બે સિરીઝ ડ્રો રહી હતી.
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી ઈજાના કારણે હવે ટી-20 સિરીઝમાં રમી શકે તેમ નથી. તેના સ્થાને બી. હેન્ડ્રીક્સનો ટીમમાં સમાવેશ કરાયો છે.