India crashed out of the Hockey World Cup with a defeat against New Zealand
(ANI photo)

હોકી વર્લ્ડકપ 2023માં રવિવાર, 21 જાન્યુઆરીએ ભૂવનેશ્વરમાં રમાયેલી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય સાથે ભારત આ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. ભારતે વર્ષ 1975માં છેલ્લી અને એકમાત્ર વખત હોકી વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.

ન્યુઝીલેન્ડ સામેની પ્રિ-ક્વાર્ટર ફાઈનલના સડનડેથ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો 4-5થી પરાજય થયો હતો. હાઈવોલ્ટેજ મુકાબલામાં એક તબક્કે ભારતને 3-1ની સરસાઈ મળી હતી. જોકે ન્યુઝીલેન્ડે જબરજસ્ત કમબેક કરતાં મેચમાં 3-3થી બરોબરી મેળવી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવાયો હતો. જેમાં પણ પાંચ પેનલ્ટી બાદ બંને ટીમ 3-3થી બરોબરી પર રહી હતી. આખરે સડન ડેથ એટલે કે જ્યાં સુધી કોઈ વિજેતા ન બને ત્યાં સુધી એક-એક પેનલ્ટી લેતા રહેવાનો નિયમ અમલી બન્યો હતો.

સડન ડેથમાં ભારતીય ગોલકિપર શ્રીજેશ નીક વૂડની પેનલ્ટી અટકાવવામાં ઈજાગ્રસ્ત બન્યો હતો. આ કારણે ભારતે તેના સ્થાને ક્રિશ્ના પાઠકને ગોલકિપર તરીકે ઉતાર્યો હતો. ન્યુઝીલેન્ડ પહેલી પેનલ્ટી ચૂક્યું હતુ. જે પછી હરમનપ્રીત ગોલ ચૂકી ગયો હતો. આ પછી સડન ડેથની બીજી અને કુલ સાતમી પેનલ્ટી પર બંને ટીમના ગોલ થયા હતા. જ્યારે ત્યાર બાદ બંને ટીમો ગોલ ચૂકી હતી. આખરે કુલ નવમી અને સડન ડેથની ચોથી પેનલ્ટી પર લૅનના પ્રયાસ પર પાઠકે બોલને અટકાવ્યો હતો. જોકે રિબાઉન્ડ થયેલા બોલને લૅને પાછો ગોલમાં મોકલી આપતાં ન્યુઝીલેન્ડને સરસાઈ અપાવી હતી. આ પછી મેચને બરોબરી પર લાવવા શમશેર સિંહે ગોલ ફટકારવાનો હતો. જોકે ન્યુઝીલેન્ડના ગોલકિપર હેવર્ડે તેની પેનલ્ટીને અટકાવી હતી.

LEAVE A REPLY