હજારો લોકોના જીવ લેનાર કોરોના વાઈરસનો પ્રકોપછી ધરતી ઠપ થવા લાગે તેવી શક્યતા છે. એક પછી એક દેશોમાં લોકોની સંપૂર્ણ ગતિવિધિઓ બંધ કરવામાં આવી રહી છે. ઘટતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે સરકારે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં અત્યારે કોરોના વાઈરસ એટલી હદે ફેલાયો નથી. નિયંત્રણ ન થવાની સ્થિતિમાં ભારત આ મામલે ઈટાલીથી એક મહિના અને અમેરિકાથી 15 દિવસ જ દૂર છે. હકીકતમાં ચીનના પડોશી દેશ હોવાના છતા વિશાય એશિયાઈ દેશોમાં લોકોનું આવાગમન સીમિત છે.
ઈરાન-ઈટાલી જેવા દેશોમાં પણ લોકોનું આવાગમન ઓછું છે. આ દેશોમાં ચીન પછી બહુ ઝડપથી વાઈરસ ફેલાઈ રહ્યો છે. ધી ઈકોનોમિસ્ટે કોરોનાના કારણે દુનિયા પર પડતા આર્થિક પ્રભાવનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. મેગેઝિનમાં લખ્યું છે કે, ભારતમાં ઓછી સંખ્યામાં પોઝિટિવ કેસ હોવાના કારણે સાચી સ્થિતિ સામે નથી આવી રહી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઝડપથી પગલાં લઈ રહી છે. વુહાન, તેહરાન, મિલાનમાં ફસાયેલા હજારો ભારતીય લોકોને દેશ લાવવામાં આવી રહ્યા છે.
ટેલિવિઝન ચેનલ અને 90 કરોડથી વધારે મોબાઈલ ફોન પર કોરોનાથી સાવધાની રાખવા માટે સતત મેસેજ ચાલુ રાખવામાં આવી રહ્યા છે. સારી સુવિધાઓથી સજ્જ કેરળે ખૂબ સારુ ઉદાહરણ રજૂ કર્યું છે. અહીં સ્વયંસેવકો લોકોને મફતમા જમવાનું પહોંચાડી રહ્યા છે. કેરળે 2018માં નિપાહ વાઈરસને પણ ટક્કર આપી હતી. તે સમયે એક પરિવારથી 1000 લોકોને ઈન્ફેક્શન થયું હતું.
જોકે દરેક રાજ્યોમાં આવી સ્થિતિ નથી. રાજ્યોની સીમા પર લોકોનું સ્ક્રીનિંગ માત્ર તાપમાન માપવા સુધી જ છે. એક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિ પેરાસિટામોલથી તાવને નિયંત્રણમાં રાખીને આગળ જઈ શકે છે. સ્વાસ્થય અધિકારીઓનું કહેવું છે કે, વિદેશથી આવતા લોકોની તપાસ કરીને વાઈરસને ફેલાતો રોકી શકાય છે.