દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે દાવો કર્યો છે કે, ભારતમાં દસ લાખની વસતી પર કોરોના સંક્રમણવા કેસ અને મૃત્યુનું પ્રમાણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછુ છે. મંત્રાલયે 6 જૂલાઇએ વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટને હવાલે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ દસ લાખ વસતી પર કોરોના સંક્રમણના કેસનો આંકડો 505.37 છે
જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે. ચિલીમાં પ્રતિ દસ લાખની વસકી પરર 15,459.8 કેસ છે જ્યારે પેરુમાં આ પ્રમાણ 9070.8 છે. વિશ્વ સ્વાસ્થ સંગઠનની રિપોર્ટ અનુસાર પ્રતિ દસ લાખની વસ્તી પર અમેરિકામાં 8,560.5 કેસ, બ્રાઝિલમાં 7,419.1, સ્પેનમાં 5,358.7, રશિયામાં 4,713.5, બ્રિટનમાં 4,204.4, ઇટાલીમાં 3,996.1 અને મેક્સિકોમાં 1,955.8 કેસ છે.
આ સાથે પ્રતિ દસ લાખની વસતી પર ભારતમાં મૃત્યુના કેસ 14.27 છે જ્યારે વૈશ્વિક સરેરાશ કેસ 68.29 છે. રિપોર્ટ મુજબ બ્રિટનમાં પ્રતિ દસ લાખ વસતી પર 651.4 મોતના કેસ છે. જ્યારે સ્પેનમાં 607.1, ઇટાલીમાં 576.6, ફ્રાન્સમાં 456.7, અમેરિકામાં 391.0, પેરુમાં 315.8, બ્રાઝિલમાં 302.3 અને મેક્સિકોમાં 235.5 મોતના કેસ છે.
બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસો વધીને સાત લાખને પાર પહોંચી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 20 હજારની ઉપર નીકળી ગયો છે.સ્વાસ્થ મંત્રાલયે કહ્યુ કે કોરોના સંક્રમણના કેસોને લઇને ભારતમાં સ્વાસ્થ પ્રણાલીમાં સતત સુધારો થઇ રહ્યો છે.