દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,340 થઈ ગઈ છે. ગુરુવારે રાજસ્થાનમાં 26, પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા બુધવારે 1702 સંક્રમિત વધ્યા હતા અને 690 દર્દી સાજા થઈને ઘરે ગયા હતા. સૌથી વધારે 597 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 308, મધ્યપ્રદેશમાં 173 અને દિલ્હીમાં 125 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહતની વાત એ છે કે દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.
બુધવારે મધ્યપ્રદેશમાં 94, આંધ્રપ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29, પશ્વિમ બંગાળમાં 28, ઉત્તરપ્રદેશમાં 20, બિહારમાં 17, ચંદીગઢમાં 11, કેરળમાં 10, કર્ણાટકમાં 9 અને ઓરિસ્સામાં 4 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર સરકારે હરિયાણામાં દક્ષિણ કોરિયન કંપનીની બનાવાયેલી રેપિડ કીટથી ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે.
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓની સારવાર માટે પ્રાયોગિક રીતે શરૂ કરવામાં આવેલી પ્લાઝ્મા થેરેપીનો પહેલો ટ્રાયલ સફળ રહ્યો છે. આ ટ્રાયલ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ દર્દી પર કરવામાં આવ્યો છે. બીજો ટ્રાયલ ટૂંક સમયમાં નાયર હોસ્પિટલમાં કરવામાં આવશે. તો બીજી બાજુ મધ્યપ્રદેશના ભોપાલના એઈમ્સમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા વાળી દવાનો કોરોના સંક્રમિતો પર ટ્રાયલ શરૂ કરાયો છે. ત્રણ દર્દીઓને દવાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.