દેશમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ યથાવત જ રહી છે અને નવા 1684 કેસ જે છેલ્લા એક સપ્તાહના સૌથી વધુ છે તે પોઝીટીવ નોંધાતા કુલ સંક્રમીતની સંખ્યા 23077 થઈ છે. જયારે 37 લોકોના મોત થતા કુલ મૃત્યુ 718 થયા છે.જોકે આ પોઝીટીવ કેસમાં 4749 લોકો રીકવર થતા હવે સારવાર હેઠળનાં એકટીવ કેસની સંખ્યા 17610 થઈ છે. દેશમાં કેરળ અને કર્ણાટકમાં કોરોનાની સ્થિતિ અંકુશમાં આવી હોવાનો સંકેત છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વણસી રહી છે. ઉતર પ્રદેશમાં પણ કોરોના હવે છેક અયોધ્યા સુધી પહોંચી ગયો છે. દેશમા આજથી મુસ્લીમ સમુદાય માટેનો પવિત્ર રમઝાન માસ શરૂ થાય છે તેથી લોક્ડાઉનનાં અંતિમ 10 દિવસમાં અંકુશ જાળવવો મહત્વનો બની રહે છે. કેરાળામાં જેઓ સૌ પ્રથમ કોરાના પોઝીટીવ દર્દી નોંધાયો હતો ત્યાં ઝડપી અને આકરા પગલાથી પોઝીટીવની સંખ્યા 450થી વધવા દીધી નથી.
કર્ણાટકે પણ તેના મલ્ટીકલ્ચર છતાં કોરોનાને અંકુશમાં રાખ્યુ છે. ભારતમાં કોરોના હવે 84 દિવસ જુનો વાયરસ બન્યો છે પણ ગુજરાત જયાં પ્રથમ કેસનાં 34 દિવસમાં જ 2272 પોઝીટીવ કેસ થયા છે.
તો મહારાષ્ટ્ર દેશમાં કોરોના પોઝીટીવમાં 778 નવા કેસથી કુલ 3427 દર્દીઓ સુધી પહોંચી ગયુ છે. મહારાષ્ટ્રમાં એકજ દિવસમાં 778 કેસ નોંધાયા હતા.તેવી આ પ્રથમ સ્થિતિ છે અને 14 મોત સાથે કુલ 283 લોકોનાં મોત થયા છે. મુંબઈ જે મહારાષ્ટ્રનાં 60 ટકાથી વધુ કેસ ધરાવે છે તેમાં 4205 કેસ થયા છે અહી કાલે 522 નવા કેસ નોંધાયા હતા અને પ્રથમ વખત આ મહાનગરમાં 500 થી વધુ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરાના કેસ અને મૃત્યુની સંખ્યામાં બીજા ક્રમે છે.જયાં 95 લોકોના મોત થયા છે અને મધ્ય પ્રદેશમાં 80 લોકોના મોત થયા છે.રાજયમાં હવે કોરોનાં પોઝીટીવમાં 2000 ના આંકડાને વટાવી ગયો છે અને આ સાથે તે યોજી રાજય બન્યુ છે.યુપીમાં 128 પોઝીટીવ કેસ અને 24 મોત છે.