દેશમાં લોડાઉનના દોઢ માસનાં લાંબા સમય અને લોકોનાં આવાગમન સહિતના પ્રતિબંધાત્મક આદેશો તથા સંભવિત દર્દીઓને શોધવા માટેની ટેસ્ટ સહિતની પ્રક્રિયા છતા કોરોના પોઝીટીવની સંખ્યામાં સતત વધારો થયો હતો અને ગઈકાલે 24 કલાકમાં 3602 નવા પોઝીટીવ કેસ અને પ્રથમ વખત 50000 થી વધુ 52935 કોરોના પોઝીટીવ જોખમો છે જોકે મંગળવારનાં 199 લોકોના મોતની સામે 93 લોકોનાં જ મૃત્યુ નોંધાયા હતા.
દેશમાં કોરોનાને 30000થી 40000ના આંક પર પહોંચતા ચાર દિવસનો સમય લાગ્યો હતો અને 40000 થી 50000 મહત્વના ત્રણ દિવસનો સમય લાગ્યો છે. તા.28 એપ્રિલ દેશમાં 30000 કેસ હતા અને તા.3 મેના રોજ 40000 થયા હવે તા.6 ના 50000 થી આગળ વધી ગયો છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં 1233 નવા કેસ સાથે કુલ 16758 કેસ નોંધાયા છે અને અહી નવા 34 મૃત્યુ થયા છે.જેથી રાજયમાં કુલ મૃત્યુ આંક 651 નોંધાયા છે. ભારતમાં કુલ 1777 મૃત્યુ નોંધાયા તેમાં 369 ફકત મહારાષ્ટ્રમાં જ મૃત્યુ થયા છે.
રીકવરીમાં દિલ્હી પ્રથમ ક્રમે છે જયાં 428 લોકો સ્વસ્થ થઈને પરત ગયા છે અહી કુલ 5532 પોઝીટીવ કેસ છે.પાટનગર કુલ 65 લોકોએ કોરોનાના કારણે 797 ગુમાવ્યા છે. તામીલનાડુમાં એક જ દિવસમાં 771 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ચેન્નાઈમાં જ 324 કેસ બહાર આવ્યા હતા. આ રાજયના 12 જીલ્લામાં કોરોના પ્રસરી ગયો છે. તો દેશમાં કોરોના સામેની લડતમાં સૌથી સફળ બની રહેવા કેરાળામાં સતત ત્રીજા દિવસે કોઈ નવો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.
ભારતમાં કોરોનાએ રફતાર પકડી છે. દેશમાં કુલ 11 દિવસોમાં કેસ ડબલ થયા છે તો મૃતકોની સંખ્યા પણ વધી છે. મહારાષ્ટ્ર-ગુજરાત અને તામીલનાડુ જેવા રાજયમાં કેસો વધી રહ્યા છે.વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિનાં સભ્ય રહી ચુકેલા રવિએ ક્હ્યુ કે ભારતમાં 2 મે સુધીમાં કોરોના ગ્રોથ રેટ 4.8 ટકા હતો તે વધીને 6.6 ટકા થયો છે અને તે અગાઉ 15 દિવસમાં કેસ ડબલ થયા હતા હવે તે 11 દિવસમા થશે.
મહારાષ્ટ્ર પ.બંગાળ ગુજરાત અને દિલ્હી દેશનો ખેલ બગાડી શકે છે.કેરાળામાં 20,000 લોકોના સેમ્પલ લેવાયા જયાં 100 કોરોના પોઝીટીવ નીકળ્યા મુંબઈમાં 6000 લોકોના સેમ્પલ લેવાયા તેમાં 100 પોઝીટીવ આવ્યા તેમના જણાવ્યા મુજબ ગુજરાત-તામીલનાડુ મહારાષ્ટ્રમાં કોરોનાનો બીજો હુમલો છે જે ખુબ જ ખતરનાક હોઈ શકે છે.
દેશમા કોરોનાને રોકવા માટે કન્ટેન્ટમેન્ટ કોન્ટેકટ ટ્રેસીંગ ટેસ્ટીગનું સંકલન થવુ જોઈએ રણનીતીનો સખ્તાઈથી અમલ પણ જરૂરી છે તેઓએ સમગ્ર દેશની સરેરાશ બગાડશે.25 એપ્રિલથી 5 મે સુધીમાં દેશમાં મૃત્યુ દર 1.3 નો હતો જે મહારાષ્ટ્ર-ગુજરાતમાં પાંચ પર પહોંચી ગયો છે અને આ બન્ને રાજયમાં સર્વલાંસ, કોન્ટેકટ ટ્રેસીંગ અને પોઝીટીવ કેસનું રીપોટીંગમાં લાપરવાહી છે આ રાજયોમાં કોરોના સંચાલનમાં કમી છે તેથી ત્યાં કેસ-મોત વધી રહ્યા છે.