ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી લગભગ 31,332 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આ બીમારીથી 7,696 લોકો સાજા થઈ ગયા છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ જીવલેણ વાયરસથી અત્યાર સુધી 1,007 લોકોના મોત થઈ ગયા છે. કોરોના વાયરસને કારણે સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 400 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાથી 181 લોકો અને મધ્ય પ્રદેશમાં 120 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા પણ સૌથી વધારે છે. અહિંયા કોવિડ-19ના 9,318 કેસ સામે આવ્યા છે. જ્યારે 1,388 લોકો કોરોનાને માત આપીને ઘરે જતા રહ્યા છે. લોકડાઉન બાદ પણ રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને કારણે ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
મંગળવારે કોરોના વાયરસના 1866 કેસ સામે આવ્યા હતા. જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધારે 728 નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતમાં 226, મધ્ય પ્રદેશમાં 222, દિલ્હીમાં 206 અને રાજસ્થાનમાં 102 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 23.83 ટકા થયો છે. 17 જિલ્લા એવા છે જ્યાં પહેલા કેસ આવ્યા હતા પરંતુ વીતેલા 28 દિવસોમાં કોઈ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.