દેશમાં અત્યાર સુધી 70,768 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને 2,294 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી 22,549 લોકો સારવાર બાદ કોરોનાને હરાવી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં દિવસને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અત્યાર સુધી અહીંયા દેશભરમાં સૌથી વધારે 23,401 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
મધ્યપ્રદેશમાં સોમવારે સંક્રમણના 171 નવા કેસ સામે આવ્યા હતા. ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં સંક્રમણ પુરી રીતે કાબૂ નથી થઈ રહ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સપ્તાહથી ટેસ્ટીંગ વધારવામાં આવશે ત્યારે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે. તો બીજી બાજુ ભોપાલના હોટ સ્પોટ જહાંગીરાબાદમાં કોરોનાની ચેન તોડવા માટે નવો પ્રયોગ કરાઈ રહ્યો છે.આ નેગેટિવ રિપોર્ટ વાળા લગભગ 2000 લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરાઈ રહ્યા છે.
ઉત્તરપ્રદેશમાં સોમવારે 107 નવા સંક્રમિતો મળી આવ્યા હતા. જેમાંથી મેરઠમાં સૌથી વધારે 22 અને આગરાના 13 દર્દી સામેલ હતા. આગરામાં 2, જ્યારે કાનપુર અને મેરઠમાં 1-1 સંક્રમિતોના મોત થયા હતા. ગૌતમબુદ્ધનગરમાં 224 દર્દી મળી ચુક્યા હતા. અહીંયા 49 કન્ટેન્ટમેન્ટ ઝોન છે.
મહારાષ્ટ્રમાં સોમવારે 12030 નવા સંક્રમિક મળી આવ્યા હતા અને 36 લોકોના મોત થયા હતા. મુંબઈના ધારાવીમાં 26 નવા કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 859 થઈ ગઈ છે. માહિમમાં પણ 119 પોઝિટિવ કેસ થયા હતા.
રાજસ્થાનમાં સોમવારે સંક્રમણના 174 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઉદેયપુરમાં 49, જયપુરમાં 28, અજમેરમાં 12, અલવરમાં 11, જાલોરમાં 06, ચિત્તોડગઢ અને પાલીમાં 5-5, કોટામાં 09, ટોંક, નાગોર, કરૌલી, બાડમેર અને દૌસામાં 2-2, જ્યારે ભરતપુર, જેસલમેર અને ડૂંગરપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા.
દિલ્હીમાં સોમવારે સંક્રમણના 310 કેસ સામે આવ્યા હતા. ઉર્જા મંત્રાલયના એક અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દર જૈને જણાવ્યું કે રાજધાનીના તમામ હોસ્પિટલમાં થતા મોતની વિગત આપવા માટે કહી દેવાયું છે.
બિહારમાં સોમવારે સંક્રમણના 39 કેસ સામે આવ્યા હતા. જેમાંથી પટનામાં 3, જ્યારે ગોપાલગંજ અને ભાગલપુરમાં 2-2 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 354 દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 6 લોકોના મોત થયા હતા.