દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 29,572એ પહોંચી છે અને 939 લોકોના મોત થયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 522, ગુજરાતમાં 247, દિલ્હીમાં 190, રાજસ્થાનમાં 77 સહિત 1500થી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 28,380 સંક્રમિત છે.
જેમાંથી 21,132ની સારવાર ચાલી રહી છે, 6362 સાજા થયા છે અને 886 લોકોના મોત થયા છે.કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ 6 કેન્દ્ર શાસિત પ્રદેશ(યૂટી)માં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યો છે. જેમાંથી દિલ્હી, ચંદીગઢ, આંદમાન-નિકોબાર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.
મધ્યપ્રદેશમાં સોમવારે 75 નવા કોરોના દર્દી સામે આવ્યા હતા. ઈન્દોરમાં બાકીના દેશ કરતા વધારે ઘાતક વાઈરસના એક્ટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વાઈરસ ચીનના વુહાનમાં ફેલાયેલા વાઈરસ જેવો જ છે. ઈન્દોરના સેમ્પલ તપાસ માટે ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણે મોકલાયા છે. અહીંયા બીજા રાજ્યોના સંક્રમિતોના સેમ્પલથી ઈન્દોરના દર્દીઓના સેમ્પલની સરખામણી કરાશે.
ઉત્તરપ્રદેશમાં સોમવારે 113 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી પછી અહીંયા પણ પ્લાઝ્મા થેરેપીથી કોરોના સંક્રમિતોની સારવાર શરૂ થઈ ગઈ છે. રવિવારે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી અને હોસ્પિટલમાં ભરતી કરાયેલા ડોક્ટરને પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં સોમવારે સંક્રમણના 522 કેસ મળ્યા છે. BMCએ સોમવારે જણાવ્યું કે, અહીંયા કોરોનાને પછાડનારા 4 દર્દીઓનો એન્ટીબોડી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેમના પ્લાઝ્મા અન્ય દર્દીઓને આપી શકાશે.