ભારત દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,255 થઈ ગઈ છે. ગુરુવારે રાજસ્થાનમાં 26, પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા બુધવારે 1702 સંક્રમિત વધ્યા હતા અને 690 દર્દી સાજા થઈને ઘરે ગયા હતા. સૌથી વધારે 597 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 308, મધ્યપ્રદેશમાં 173 અને દિલ્હીમાં 125 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાહતની વાત એ છે કે દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.બુધવારે મધ્યપ્રદેશમાં 94, આંધ્રપ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29, પશ્વિમ બંગાળમાં 28, ઉત્તરપ્રદેશમાં 20, બિહારમાં 17, ચંદીગઢમાં 11, કેરળમાં 10, કર્ણાટકમાં 9 અને ઓરિસ્સામાં 4 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.

કેન્દ્ર સરકારે હરિયાણામાં દક્ષિણ કોરિયન કંપનીની બનાવાયેલી રેપિડ કીટથી ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે. કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.