ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. 45 લોકો સાજા થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારે કોરોનાની તપાસ માટે ખાનગી લેબની સંખ્યા વધારી છે. અત્યાર સુધી કુલ 35 લેબ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 130 થઈ ગઈ છે. દિલ્હીમાં આ સંખ્યા 37 છે.
હરિયાણામાં 30, કર્ણાટકમાં 57, કેરળમાં 118, રાજસ્થાનમાં 41, તમિલનાડુમાં 27, તેલંગાણામાં 44, પશ્ચિમ બંગાળમાં 11, છત્તીસગઢમાં 6 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. બિહારમાં 7, આંધ્ર પ્રદેશમાં 11, ઉત્તર પ્રદેશમાં 41, ગુજરાતમાં 46, હિમાચલ પ્રદેશમાં 4, મધ્ય પ્રદેશમાં 21, પંજાબમાં 34 લોકો કોરોના વાઈરસની ચપેટમાં છે.
અંદમાન અને નિકોબાર આઈલેન્ડના મુખ્ય સચિવ ચેતન સાંધીએ કહ્યુ, અંદમાનમાં કોરોનાના બીજા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અગાઉ તેણે પોઝિટિવ દર્દી સાથે મુસાફરી કરી હતી.પંજાબનો પ્રથમ કોરોના દર્દી સાજો થઈ ગયો છે. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમૃતસરનો પહેલો કેસ હતો જે હવે સારો થઈ ગયો છે. તેને જલ્દી જ ડિસ્ચાર્જ આપવામાં આવશે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 88 કેસ નોંધાયા છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી 22,295 લોકોના મોત નીપજ્યા છે.