ભારતમાં દરરોજ લગભગ કોરોના વાયરસના 15 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દશમાં કોરોના વાયરસના 14,933 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી આ જીવલેણ વાયરસને કારણે 14 હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 4,40,215 થઈ ગઈ છે. જેમાંથી 1,78,014 એક્ટિવ કેસ છે જ્યારે 2,48,190 લોકોના સાજા થઈ ગયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક 14,011 થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,35,796 પર પહોંચી ગઈ છે. ત્યાંજ 67,706 લોકો સાજા થઈ ગયા છે અને 6,283 લોકોના આ જીવલેણ બીમારીથી મોત થઈ ગયા છે.
દેશના પાટનગર દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના 2,909 નવા કેસ સામે આવ્યા હતા સાથે કુલ કેસોની સંખ્યા 62,655 પર પહોંચી ગઈ છે જેમાંથી 23,820 એક્ટિવ કેસ છે અને 36,602 લોકો સાજા થઈ ગયા છે. તમિલનાડુમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 62,087 પર પહોંચી ગઈ છે જેમાંથી 794 લોકોના મોત થઈ ગયા છે.