કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. આ રોકવાના તમામ પ્રયત્નો ચાલુ છે પરંતુ સંક્રમણનો આંકડો વધતો જઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓનો આંકડો ફરી વધી ગયો છે. અત્યાર સુધી એક્ટિવ કેસ 29453 છે એટલે કે આની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે મોતનો આંકડો વધીને 1373 થઈ ગયો છે.દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસ 42533 છે. ત્યાં 11707 લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના તેજીથી વધી રહ્યો છે અને 2553 નવા કેસ સામે આવ્યા છે અને 72 લોકોના મોત થયા છે. કોરોનાનો રિક્વરી રેટ 27.52% છે. સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 લાગુ થઈ ગયા છે અને આ 17 મે સુધી ચાલશે. આ દરમિયાન કેટલાક શહેરોમાં શરતો સાથે અમુક છુટછાટ મળશે. ગ્રીન ઝોનમાં સૌથી વધારે રાહત તો રેડ ઝોનમાં સૌથી વધારે કડક વલણ છે.
