પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં બુધવારે કોરોનાના નવા 30,614 નવા કેસ નોંધાયા હતા અને 514 લોકોના મોત થયા હતા. નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.27 કરોડ થઈ હતી, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને આશરે 5.09 લાખ થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને આશરે 3.70 લાખ થઈ હતી. દેશમાં સતત 10મા દિવસે કોરોનાના દૈનિકો કેસો એક લાખથી નીચા રહ્યાં હતા. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 97.94 ટકા થયો હતો. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 52,887નો ઘટાડો થયો હતો. ડેઇલી પોઝિટિવિટી રેટ 2.45 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 3.32 ટકા થયો હતો. દેશમાં રસીકરણ અભિયાન પછીથી અત્યાર સુધી કુલ 173.86 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.