ભારતમાં 28 ડિસેમ્બર પછી વધી રહેલા કોરોનાના કેસોમાં મંગળવાર (10 જાન્યુઆરી)એ દૈનિક ધોરણે ઘટાડો થયો હતો. દેશમાં મંગળવારે કોરોનાના નવા 1.68 લાખ કેસ નોંધાયા હતા અને 277 દર્દીઓના મોત થયા થયા હતા. તેનાથી કોરોના કુલ કેસની સંખ્યા વધી આશરે 3.58 કરોડ થઈ હતી અને મૃત્યુઆંક વધીને 4.84 લાખને પાર કરી ગયો હતો. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધીને 4,461 થયા હતા, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જણાવ્યું હતું.
મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 8.21 લાખ થઈ હતી, જે 208 દિવસમાં સૌથી વધુ છે. ઓમિક્રોનના કુલ 4,461 કેસોમાંથી સૌથી વધુ કેસ 1,247 કેસ મહારાષ્ટ્રમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસની 2.29 ટકા છે અને કોરોના રિકવરી રેટ ઘટીને 96.36 ટકા થયો છે. ઓમિક્રોનના કુલ દર્દીમાંથી અત્યાર સુધી 1711 દર્દીઓ સાજા પણ થઈ ચુકયા છે
સોમવારે દેશમાં કોરોના 1,79,723 નવા કેસ નોંધાયા હતા અને 146 દર્દીઓના મોત થયા હતા. આમ દેશમાં ગઈકાલની સરખામણીમાં કોરોનાના મંગળવારે 11,660 કેસ ઓછા નોંધાયા હતા, જે 6.48% ઘટાડો દર્શાવે છે.
દેશમાં કોરોનાની વેક્સિનના અત્યાર સુધી 152.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં ડેઇલી પોઝિટિવિટી રેટ વધીને 10.64 ટકા થયો હતો, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 8.85 ટકા થયો હતો.