ભારતમાં શનિવારે કોરોનાના કેસની સંખ્યા 27 હજારને વટાવી ગઈ હતી. શનિવારે દેશમાં કુલ 27553 નવા કેસ નોંધાયા હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાથી 284 વધુ લોકોના મોત બાદ મૃત્યુઆંક વધુ વધ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન 9249 દર્દીઓ કોરોનાથી રિકવર થયા હતા. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 1,22,801 થઈ ગઈ છે.
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ કેસ હવે વધીને 1525 થઈ ગયા હતા. જો કે, તેમાંથી 560 દર્દીઓ સાજા પણ થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં દેશના 23 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 460 સંક્રમણના કેસ મળી આવ્યા છે, જ્યારે દિલ્હી 351 દર્દીઓ સામે આવ્યા છે.ઉપરાંત આ મામલે ટોચના પાંચ રાજ્યોમાં તામિલનાડુ (117 કેસ), ગુજરાત (136 કેસ) અને કેરળ (109 કેસ)નો સમાવેશ થાય છે. આ સિવાય રાજસ્થાનમાં 69, તેલંગાણામાં 67, હરિયાણામાં 63, કર્ણાટકમાં 64, આંધ્રપ્રદેશમાં 17, પશ્ચિમ બંગાળમાં 20, ઓડિશામાં 14, મધ્યપ્રદેશમાં 9, ઉત્તર પ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 8, ઉત્તરાખંડમાં 3. ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીરમાં 3, આંદામાન અને નિકોબારમાં 2, ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર અને પંજાબમાં એક-એક કેસ નોંધાયા છે.