ભારતમાં શનિવારે કોરોનાના 1.20 લાખ નવા કેસ નોંધાયા હતા અને કોરોનાથી 3,380 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતા. કોરોનાના આ દૈનિક કેસો છેલ્લાં 58 દિવસમાં સૌથી ઓછા છે. કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,86,94,879 થઈ ગઈ હતી.
આરોગ્ય મંત્રાલયના શનિવાર સવારના ડેટા મુજબ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15.55 લાખ થઈ હતી. મહામારી બાદ અત્યાર સુધી દેશમાં આશરે 2.67 કરોડ લોકો રિકવર થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી આશરે 3.42 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 36,50,080 લોકોને વેક્સીન આપવામાં આવી હતા. જે બાદ કુલ રસીકરણનો આંકડો 22,78,60,317 પહોંચી ગયો હતા.
ગુજરાતમાં શુક્રવાર કોરોના વાયરસના નવા 1120 કેસો નોંધાયા હતા અને સામે 3398 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 16 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 9906 પર પહોંચ્યો હતો. રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 22,110 છે જેમાંથી 412 દર્દીઓ વેન્ટિલેટર પર હતા જ્યારે 21698 દર્દીઓ સ્ટેબલ હતા.
દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના 14,152 નવા કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 58,05,565 થઈ ગઈ હતી. આ સિવાય વધુ 289 દર્દીઓનાં મોત સાથે, મૃતકોની સંખ્યા વધીને 98,771 થઈ હતી.