ભારતમાં શુક્રવારે કોરોના વાઇરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા હતા અને 2,713 લોકોના મોત થયા હતા. નવા કેસ સામે કરતાં વધુ સંખ્યામાં એટલે કે 2.85 લાખ લોકો કોરોનાથી રિકવર થયા હતા અને રિકવરી રેટ વધીને 93.08 ટકા થયો હતો.
ભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,32,364 કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 2,713 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 1,34,154 નવા કેસ અને 2,887 દર્દીઓના મોત નોંધાયા હતા. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 2,07,071 દર્દીઓ સાજા થયા છે, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,65,97,655 પર પહોંચી ગઈ છે. જ્યારે સતત સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી એક્ટિવ કેસનો આંકડો ઘટીને 16,35,993 પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાના કુલ સંક્રમિત કેસોની સંખ્યા 2,85,74,350 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3,40,702 પર પહોંચ્યો છે. ભારતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો. જેમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે કુલ 22,41,09,448 ડોઝ આપવામાં આવ્યા છે.