ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 50,848 નવા કેસ સાથે કોરોનાના કુલ કેસ 3 કરોડના આંકને પાર કરી ગયા હતા, જે વિશ્વમાં અમેરિકા બીજા ક્રમે સૌથી વધુ છે. દેશમાં છેલ્લાં 50 દિવસમાં એક કરોડ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,00,28,709 હતી, જ્યારે છેલ્લાં 24 કલાકમાં 1,358ના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,90,660 થયો હતો.
50 લાખ કેસ છેલ્લાં 36 દિવસમાં સામે આવ્યા હતા. કોરોનાથી મૃત્યુમાં ભારત અમેરિકા (6.2 લાખ) પછી બીજા નંબર પર પહોંચી ગયું છે. દેશમાં કોરોનાના લીધે 3.9 લાખ મોત નોંધાયા હતા.
આ પહેલા સૌથી ઝડપથી એક કરોડ કેસ 54 દિવસમાં અમેરિકામાં નોંધાયા હતા, ભારતમાં 3 મેએ કોરોનાના કેસની સંખ્યા 2 કરોડને પાર કરી ગઈ હતી. આ સમયે દેશમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી. દેશમાં છેલ્લા 50 લાખ કેસ તો માત્ર 36 દિવસમાં જ (17 મેથી 22 જૂન) વચ્ચે નોંધાયા હતા. આ આંકડા કોરોનાની બીજી લહેરના નબળી પડવાના સંકેત આપી રહ્યા છે.
માત્ર સાડા ત્રણ મહિનામાં કોરોનાનાની બીજી લહેરે દેશમાં કોરોનાના કુલ કેસમાં બે તૃતિયાંસ વધ્યા છે. કોરોનાની બીજી લહેરમાં 2.33 લાખ લોકોના મોત સાથે કોરોનાથી મરનારાની કુલ સંખ્યા 3.90 લાખ પહોંચી ગઈ. અમેરિકામાં કોરોના સંક્રમણથી સૌથી વધારે 3.4 કરોડ કેસ છે. બ્રાઝિલ એકમાત્ર બીજો દેશ છે જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર ગઈ છે.