વર્લ્ડ કપ પુરો થયા પછી હવે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણેની પાંચ મેચની ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમનું સુકાનીપદ સૂર્યકુમાર યાદવને સોંપાયું છે. વર્લ્ડ કપમાં રમેલી ભારતીય ટીમના લગભગ બધા જ સિનિયર ખેલાડીઓને આ સીરીઝમાં આરામ અપાયો છે. ઋતુરાજ ગાયકવાડને ઉપસુકાની બનાવાયો છે, જો કે ચોથી અને પાંચમી ટી-20માં શ્રેયસ ઐયર ટીમમાં પાછો ફરશે ત્યારે એ જવાબદારી ઐયરને સિરે જશે. ઈજાના કારણે વર્લ્ડ કપ ગુમાવ્યા પછી અક્ષર પટેલની વાપસી થઈ છે, તો યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનનો સમાવેશ નથી કરાયો.
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (સુકાની), ઋતુરાજ ગાયકવાડ (ઉપસુકાની), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રીન્કુ સિંઘ, જિતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્વનોઈ, અર્શદીપ સિંઘ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને મુકેશ કુમાર.
ટીમના કોચ તરીકેની જવાબદારી વીવીએસ લક્ષ્મણને સોંપાઈ છે.