સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધોમાંથી માનવતાવાદી સહાયને મુક્તિ આપવા અંગેના સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના એક ઠરાવ પર ભારત મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેના પડોશ સહિતના બ્લેકલિસ્ટેડ આતંકવાદી જૂથો આવી મુક્તિનો સંપૂર્ણ લાભ ઉઠાવે છે તથા આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરે છે અને આતંકીઓની ભરતી કરે છે.

યુએનના પ્રતિબંધોમાંથી માનવતાવાદી કાર્યને મુક્તિ આપવા અંગેની દરખાસ્ત અમેરિકા અને આર્યલેન્ડે કરી હતી. અમેરિકાએ જણાવ્યું હતું કે તેનાથી અસંખ્યા લોકોના જીવ બચાવી શકાશે. 15 દેશોની સુરક્ષા પરિષદમાં મતદાન સમયે ભારત ગેરહાજર રહ્યું હતું અને બીજા 14 સભ્યોની તેની તરફેણમાં મત આપ્યો હતો.

ઠરાવમાં નિર્ણય કરાયો હતો કે યુએન પ્રતિબંધ મૂક્યા છે તેવા દેશોમાં પણ માનવતાવાદી કાર્ય ચાલુ રાખવા. આ ઠરાવને પગલે માનવતાવાદી સહાયની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા ભંડોળની પ્રક્રિયા અથવા ચુકવણી, અન્ય નાણાકીય અસ્કયામતો, આર્થિક સંસાધનો તથા જરૂરી માલ અને સેવાઓની જોગવાઈને મંજૂરી મળે છે.

LEAVE A REPLY