REUTERS/Mohammad Ponir Hossain/File Photo

બાંગ્લાદેશ ખાતેના ભારતના દુતાવાસે રવિવારે એડવાઈઝરી જારી કરીને ભારતના નાગરિકોને એલર્ટ રહેવા તથા હાઇકમિશનના સંપર્કમાં રહેવાનો અનુરોધ કર્યો હતો. ભારતીય દૂતાવાસે ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો હતો.

વિદેશ મંત્રાલય (MEA)એ એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, “હાલની ગતિવિધીને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી સૂચના ન મળે સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે.”હાલમાં બાંગ્લાદેશમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેમની હિલચાલને પ્રતિબંધિત કરે અને ઢાકામાં ભારતના હાઈ કમિશન સાથે સંપર્કમાં રહે.

25 જુલાઈના રોજ, MEAએ જણાવ્યું હતું કે તે દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લગભગ 6,700 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પાછા ફર્યા છે.

LEAVE A REPLY