વિભાજિત વિશ્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન ક્લાઉસ શ્વાબે જણાવ્યું હતું કે વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત એક બ્રાઇટ સ્પોટ છે.
WEF વાર્ષિક મીટિંગ 2023 દરમિયાન ગુરુવારે રાત્રે ભારતના રિસેપ્શનમાં હાજરી આપ્યા પછી શ્વાબે જણાવ્યું હતું કે ભારત તેના G20 પ્રમુખપદ દરમિયાન વિશ્વના તમામ લોકો માટે ન્યાયી અને સમાન વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે. આની સાથે સૌથી વધુ દબાણયુક્ત સ્થાનિક પડકારો પર પણ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. WEFએ એક નિવેદન પણ બહાર પાડ્યું અને જણાવ્યું હતું કે તે ભારત સાથેના તેના લગભગ 40 વર્ષના સહયોગી ઈતિહાસની કદર કરે છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તેના G20 પ્રમુખપદ દરમિયાન દેશ સાથે સતત સહયોગ માટે આતુર છે.