આ વાર્તા ગ્રામીણ ગુજરાતથી નૈરોબી, કેન્યામાં સ્થળાંતર કરનાર પરંપરાગત હિન્દુ ગુજરાતી પરિવાર પર બ્રિટિશ શાસનથી આઝાદી માટેના સંઘર્ષની અસર રજૂ કરે છે, જે પરિવાર છેલ્લે 1949માં લંડન પહોંચે છે.
અહીં, જેમની વાત રજૂ કરાઇ છે તે ગુજરાતી પરિવારે બે સંસ્કૃતિઓ વચ્ચે પોતાનું જીવન નેવિગેટ કર્યું છે અને બંને સંસ્કૃતિઓની શ્રેષ્ઠતાને જાળવી છે અને તેને આત્મસાત કરી છે. વાર્તાના લેખક અને હીરો વિરમ જસાણીના માતા હેમકુંવરે ભક્તિનું જીવન જીવ્યું હતું તો તેમના પતિ, મણિલાલ વિશ્વ સાથે સંકળાયેલા જીવનને અનુસરતા હતા. પરંતુ આધ્યાત્મિક રીતે તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને ફિલસૂફી પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હતા. આ લાક્ષણિકતાઓ વાર્તાના મુખ્ય નાયક વિરમને વારસામાં આપવામાં આવી હતી, જેઓ ખૂબ જ નાની ઉંમરથી ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રેમમાં પડી ગયા હતા. તેમ છતાં તેમની ક્ષમતાઓ અને રુચિઓ અલગ-અલગ હતી – તેથી જ જ્યારે વિરમને વ્યવસાયમાં સફળ કારકિર્દી વિકસાવી રહ્યા હતા ત્યારે તેમને જાઝ સાથે સિતાર વગાડવામાં, અથવા લેડ ઝેપ્પેલીન પર જિમી પેજ સાથે વગાડવામાં અથવા ફિલ્મો, ટીવી અને રેડિયો માટે કંપોઝ કરવામાં કોઈ વાંધો ન હતો.
વિશ્વની સૌથી અત્યાધુનિક સંગીત પ્રણાલીઓમાંની એક માટે જાગૃતિ લાવવાની વિરમની ઇચ્છા તેમને સમગ્ર યુકે અને યુરોપમાં ભારતીય સંગીતના કલાકાર, હિમાયતી અને નિર્માતા તરીકે એક ઓથોરિટી બનવા તરફ દોરી ગઇ હતી. તેઓ દર વર્ષે લગભગ એકસો આઇકોનિક ઇવેન્ટ્સ રજૂ કરે છે. તેમણે પોતાની સ્વતંત્રતા મેળવવા માટે બ્રિટિશ આર્ટના એલિટ અને ઈર્ષાળુ ભારતીયો તરફથી જે પૂર્વગ્રહનો સામનો કર્યો હતો તેને વેદાંતિક ફિલસૂફીની સફર શરૂ કરીને દૂર કર્યો હતો.
લેખક પરિચય
વિરમ જસાણીનો જન્મ 1945માં કેન્યામાં થયો હતો. તેઓ 1949માં તેમના પરિવાર સાથે ઈંગ્લેન્ડ આવ્યા હતા. લંડનમાં ઉછર્યા પછી, બે સંસ્કૃતિઓમાં રહેવાની મૂંઝવણો અને તકરાર ખૂબ જ સ્પષ્ટ હતી. જો કે, તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેદાંતિક ફિલસૂફી પ્રત્યેના તેમના ઊંડા જુસ્સા દ્વારા આનો ઉકેલ લાવ્યો હતો. વિરમ એક કલાકાર તરીકે, એક શક્તિશાળી વકીલ તરીકે અને યુકેમાં ભારતીય સંગીતના મુખ્ય નિર્માતા તરીકેના તેમના કાર્ય દ્વારા ભારતીય સંગીત પર અગ્રણી અધિકારી બન્યા છે. તેઓ 1967માં સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાંથી અને 1969માં લંડનની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાંથી સ્નાતક થયા હતા. તેઓ 1993માં રોયલ સોસાયટી ફોર ધ આર્ટસ (FRSA)ના ફેલો તરીકે ચૂંટાયા હતા. ભારત અને યુકે વચ્ચે સારા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે 2003માં HSBC ઈન્ડો-બ્રિટિશ એવોર્ડના વિજેતા બન્યા હતા અને 2007માં યોર્ક યુનિવર્સિટી તરફથી તેમને માનદ ડોક્ટરેટ એનાયત કરવામાં આવ્યું હતું.
Book: Independence to Freedom: “…musa mihi causas memora…”
Author: Viram Jasani
Publishers: Austin Macauley Publishers
Price: £13.99