અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ પહેલા સ્ટેડિયમ ઉપર ઇન્ડિયન એરફોર્સની (IAF) સૂર્યકિરણ એરોબેટિક ટીમે સ્ટેડિયમ ઉપર 10 મિનિટનો રોમાંચક એર શો કર્યો હતો.
સૂર્યકિરણ એરોબેટિક ટીમના સભ્યોએ કેટલીક રોમાંચક રચનાઓનું પ્રદર્શન કર્યું અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર ઉડાન ભરી હતી. સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં નવ વિમાન સામેલ છે અને તેમણે દેશભરમાં અનેક એર શોમાં ભાગ લીધો છે. સૂર્ય કિરણ વિમાનોએ વિક્ટરી ફોર્મેશનમાં લૂપ બનાવ્યાં ત્યારે જોનારાઓ દંગ રહી ગયાં હતાં.
અગાઉ ગુજરાતના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે રવિવારે ફાઈનલ શરૂ થાય તે પહેલાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ 10 મિનિટ માટે દર્શકોનું મનોરંજન કરશે અને એક એર શો યોજશે. શુક્રવાર અને શનિવારે પણ આ ટીમે રિહર્સલ કર્યું હતું. વિશ્વકપની છેલ્લી અને સૌથી મહત્ત્વની મેચ પહેલા ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ આસમાને છે.
1996માં રચાયેલી સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં IAFના ઉચ્ચ પ્રશિક્ષિત પાઇલોટ્સનો સમાવેશ થાય છે. વિશ્વકપની છેલ્લી અને સૌથી મહત્ત્વની મેચ પહેલા ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ આસમાને છે.