સોના, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓના આર્ટિકલ પરની કસ્ટમ ડ્યુટી 20 ટકાથી વધારીને 25 ટકા કરાઇ છે. હવે સોના/ચાંદી/પ્લેટિનમ બાર પરનો ડ્યૂટીનો તફાવત વધીને 10 ટકા થયો છે.
તેનાથી આ ક્ષેત્રમાં ઘરેલુ ઉત્પાદનને વેગ મળશે અને આયાત ઘટશે. એ જ રીતે ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યૂટી 20 ટકાથી વધારીને 25 ટકા કરાઈ છે. તેનાથી ચીનની સસ્તી આયાત પર અંકુશ આવશે અને ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેબ ગ્રોન ડાયમંડ (LGD) પર તેની ભલામણ સ્વીકારવામાં આવી છે જેમાં IIT મદ્રાસને 5 વર્ષના સમયગાળામાં 242 કરોડ રૂપિયાની રીસર્ચ ગ્રાન્ટ પણ મંજૂર કરાઈ છે. લેબ ગ્રોન ડાયમંડ સીડની ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને શુન્ય કરાઈ છે. તેનાથી ઉત્પાદકોના ખર્ચમાં ઘટાડો થશે અને એલજીડીની નિકાસ સ્પર્ધાત્મક બનશે. LGD માટે અલગ એચએસ કોડ બનાવવાની દરખાસ્ત પણ સ્વીકારાઈ છે અને તેનાથી આ ડાયમંડના આંતરરાષ્ટ્રીય વેપારને ટ્રેક કરી શકાશે.