Increase in support price of six Rabi crops including wheat, gram by up to Rs.500
પ્રતિકાાત્મક તસવીર (istockphoto.com)

દેશના મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સરકારે 2024-25ની માર્કેટિંગ સીઝન માટે ઘઉંના ટેકાના લઘુતમ ભાવ (એસએમપી) ક્વિન્ટલ દીઠ રૂ.150 વધારીને  રૂ.2,275 કરવાની જાહેરાત કરી હતી. 2014માં મોદી સરકાર સત્તામાં આવી તે પછીથી કોઈપણ માર્કેટિંગ સીઝન માટે MSPમાં આ સૌથી મોટો વધારો થશે.

આ ઉપરાંત બીજા પાંચ રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કરાયો છે. તેમાં ચણા, જવ, મસૂર, રાયડો-સરસવ અને સેફફ્લાવરનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યાં હતા.

ચણાના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.105 વધારીને રૂ.5,440 કરવામાં આવ્યા છે, જ્યારે મસૂરના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.425 વધારીને રૂ.6,425 કરવામાં આવ્યા છે. તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે 2024-25ની માર્કેટિંગ સીઝન માટે રાયડાના ટેકાના ભાવ રૂ.200 વધારીને  ક્વિન્ટરલ દીઠ રૂ.5,650 કર્યાં છે. સેફફ્લાવરની ટેકાના ભાવ રૂ.150 વધારીને રૂ.5,800 કરાયા છે.

હાલમાં ઘઉંના ટેકના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.2,125 છે. ઘઉં મુખ્ય રવિ પાક છે. તેનું વાવેતર ઓક્ટોબરમાં લણણી એપ્રિલમાં થાય છે. પ્રધાને જણાવ્યું હતું કે દેશભરમાં સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં 1.5 ગણા ટેકાના ભાવ નિર્ધારિત કરવાના 2018-19ની જાહેરાત મુજબ આ નિર્ણય કરાયો છે.

LEAVE A REPLY