પગારદાર વર્ગને આ વખતના બજેટમાં મોટી રાહતોની અપેક્ષા હતી, પરંતુ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આવી કોઈ જાહેરાત કરી નથી. પર્સનલ ઇન્કમ ટેક્સના રેટ્સમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં રૂ.0થી 2.5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નથી. જ્યારે રૂ.2.5 લાખથી 5 લાખ સુધીની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ, 5થી 10 લાખની આવક પર 20 ટકા ટેક્સ, 10 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ છે.
નવા ટેક્સ સુધારા લાવવાની સરકારની મોટી યોજના છે. હવે લોકો બે વર્ષ સુધી પોતાના ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઈલ કરી શકે છે. ઇન્કમ ટેક્સ રિટર્નમાં ભૂલથી કોઈ ખામી રહી જાય તો તેમાં સુધારા પણ કરી શકાશે.નાણાપ્રધાન સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ વધારો કર્યો નથી. ફુગાવામાં વધારો અને કોરાનાની અસરો હવે ટેક્સમાં મધ્યવર્ગને થોડી રાહતની અપેક્ષા હતી. હાલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ.50,000 છે. નાણાપ્રધાન કોર્પોરેટ ટેક્સ રેટ પણ એકસમાન રાખ્યો છે.