અમેરિકામાં ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો, રશિયા અને યુક્રેન યુદ્ધ જેવા નેગેટિવ પરિબળોને કારણે વિક્રમ સંવત ૨૦૭૮માં ડોલર સામે રૂપિયો ૧૦ ટકા તૂટયો હતો. ગયા વર્ષમાં રૂપિયો ૮૩.૨૯ની ઐતિહાસિક નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. જોકે બીજા દેશોની સરખામણીમાં ભારતીય કરન્સીનો દેખાવ ડોલર સામે મજબૂત રહ્યો છે.નાણાંકીય વર્ષ ૨૩માં (૨૭ સપ્ટેમ્બર સુધી) વિશ્વના મુખ્ય કરન્સી સામે ડોલર ૧૬.૧ ટકા વધ્યો હતો. આની સામે ડોલર સામે રૂપિયો ૬.૮ ટકા તૂટયો છે, જે વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાની તુલનામાં ભારતીય કરન્સીએ સારી કામગીરી દર્શાવે છે.
19 ઓક્ટોબરએ અમેરિકાના ડોલર સામે ભારતનો રૂપિયો 60 પૈસા તૂટીને પ્રથમ વખત 83થી નીચી સપાટીથી નીચે ગબડ્યો હતો. આ મહિને ડોલર સામે રૂપિયો લગભગ 2 ટકા અથવા 160 પૈસા ઘટીને 83ના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. સ્થાનિક યુનિટે 6 ઓક્ટોબરે 82ની સપાટી તોડી હતી.

ગયા વર્ષે ઓક્ટોબરના મધ્યથી નવેમ્બરના મધ્ય સુધી રૂપિયામાં નજીવા વધારા સાથે વેપાર થયો હતો. આ પછીના મહિનાઓમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી, વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઈ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો થવાના કારણે રૂપિયો ૭ માર્ચ, ૨૦૨૨ના રોજ ૭૬.૯૨ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ પછીના સમયગાળામાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા સાથે રૂપિયાએ તેની કેટલીક ખોટ સરભર કરીને અને ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ તે ૭૫.૮૧ રૂપિયા પર રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોનેટરી પોલિસી રિપોર્ટ અનુસાર, મહામારીના બીજા મોજામાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી હતી.

આરબીઆઇએ ૬ જુલાઈના રોજ મૂડીપ્રવાહ વધારવા અને એકંદર આર્થિક નાણાંકીય સ્થિરતાને સુનિશ્ચિત કરવા શ્રેણીબદ્ધ પગલાની જાહેરાત કરી હતી. ભારતમાં ફુગાવો ચાવીરૂપ વેપારી ભાગીદારોની ભારિત સરેરાશ કરતા ઓછો છે. રોકાણમાં ઘટાડો હોવા છતાં ભારતનો ૫૨૮.૩૬ બિલિયન ડોલર (૧૪ ઓક્ટોબર ૨૦૨૨)નો વિદેશી વિનિમય અનામત ઘણું મજબૂત છે, જે બાહ્ય આંચકા સામે રક્ષણ આપે છે.

LEAVE A REPLY