અમેરિકામાં ફાયરિંગની જુદી જુદી ત્રણ ઘટનામાં બે વિદ્યાર્થી સહિત નવ લોકોના મોત થયા હતા. લોસ એન્જેલસમાં ચીની નવા વર્ષની પાર્ટીમાં ફાયરિંગમાં 11ના મોતના આશરે 48 કલાકમાં નોર્થ કેલિફોર્નિયા અને આયોવામાં ગન હિંસાના બનાવો બન્યા હતા. બંદુકધારીની ઓળખ 72 વર્ષના હુ કેન ટ્રાન્સ તરીકે થઈ હતી. બંદૂકધારીએ પણ પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો.
કેલિફોર્નિયાના હાફ મૂન બેના ફાર્મમાં શૂટિંગની બે ઘટના બની હતી. આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે 67 વર્ષના સ્થાનિક ચુન્લી ઝાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે નવી ઘટનાઓના સમાચાર મળ્યા પછી ટ્વિટર પર જણાવ્યું હતું કે “સામૂહિક ગોળીબારના ભોગ બનેલા લોકો સાથે હોસ્પિટલ મુલાકાત કરી રહ્યો હતો ત્યારે મને બીજા શૂટિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વખતે હાફ મૂન બેમાં. દુર્ઘટના પર દુર્ઘટના.”
ફાયરિંગની બીજી ઘટના આયોવાના ડેસ મોઇન્સ ખાતે બની હતી. આ ઘટના સ્ટાર્ટસ રાઈટ હીયર ખાતે બની હતી, જે રિસ્ક પરના યુવાનોને માટે શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમ ચલાવે છે. આ ફાયરિંગમાં બે વિદ્યાર્થીઓનો મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા, જેમાંથી બેની હાલત ગંભીર હતી.
ડેસ મોઈન્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 18 અને 16 વર્ષની વયના બે કિશોરોને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું મોત થયું હતું. સ્ટાર્ટસ રાઇટ હીયરના સ્થાપક-CEO 49 વર્ષીય વિલિયમ હોમ્સની હાલત ગંભીર હતી.