In the third major upset of the Football World Cup, Morocco defeated Belgium
મોરોક્કો ટીમના ખેલાડીઓનો ગ્રૂપ ફોટો (ANI ફોટો)

અખાતી દેશ કતારમાં રમાઈ રહેલા ફીફા ફૂટબોલ વર્લ્ડકપ 2022 માં રમતના ચાહકોને લગભગ દરરોજ રોમાંચક, ક્યારેક દિલધડક ફૂટબોલ જંગ જોવા મળી રહ્યો છે. રવિવારે (27 નવેમ્બર) મોરક્કોના ખેલાડીઓએ શાનદાર ગેમમાં બેલ્જિયમને હરાવી દીધું હતું. આ જંગમાં મોરોક્કોએ સામેની ટીમને એકપણ ગોલ કરવાની તક આપી નહોતી. ફીફા વર્લ્ડકપ 2022 નો આ ત્રીજો મોટો અપસેટ છે. અગાઉ આર્જેટિનાને હરાવી સાઉદી અરેબીઆએ તેમજ જાપાને જર્મનીને હરાવી અપસેટ સર્જ્યા હતા. 

ફીફા રેકિંગમાં બેલ્જિયમની ટીમ બીજા ક્રમે છે, તો મોરક્કોનો ક્રમ 22મો છે.  પ્રથમ હાફમાં કોઈપણ ટીમ એકપણ ગોલ કરી શકી નહોતી. બીજા હાફમાં મોરક્કોની ટીમે વ્યૂહરચના બદલી નાખી હતી. 73મી મિનિટે મોરક્કોના અબ્દેલહમીદ સાબિરીએ પહેલો ગોલ કર્યો હતો. એ પછી ઇંજરી ટાઇમમાં જકારિયા અબુખલાલે ગોલ કરીને મોરક્કોને 2-0 ની સરસાઈ આપી હતી. બીજા હાફમાં બેલ્જિયમના ખેલાડીઓનો દેખાવ ખૂબજ નિરાશાજનક રહ્યો.

મોરક્કોની ફીફા વર્લ્ડકપના ઇતિહાસમાં આ ત્રીજી જીત છે. આ પહેલાં મોરક્કોની ટીમે 1986 માં પોર્ટુગલને 3-1 થી અને પછી 1998 માં સ્કોટલેન્ડને 3-0 થી હરાવ્યું હતું. 

LEAVE A REPLY