(ANI Photo/Jitender Gupta)

ઉત્તરપ્રદેશના મેરઠમાં ચૂંટણીસભાને સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં તમે વિકાસનું માત્ર ટ્રેલર જોયું છે, હવે આપણે દેશને વધુ આગળ લઈ જવાનો છે. અમે આગામી પાંચ વર્ષનો રોડમેપ બનાવી રહ્યા છીએ. પહેલા 100 દિવસમાં  કયા મોટા નિર્ણયો લેવાના છે તેના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. 2024ની ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નથી, પરંતુ ‘વિકસિત ભારત’ બનાવવા માટે છે. 2024નો જનાદેશ ભારતને “વિશ્વનો નેતા” બનાવશે અને “ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા” બનાવશે.

કચ્ચાથીવુ ટાપુનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે કોંગ્રેસનું વધુ એક ભારત વિરોધી વર્તન ખુલ્લું પડી ગયું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાથીવુ ટાપુ રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં અત્યંત મહત્વપૂર્ણ છે. આઝાદી પછી કોંગ્રેસ તેને શ્રીલંકાને આપી દીધો હતો. કોંગ્રેસ સરકારના દુષ્કર્મોની કિંમત ભારત આજે પણ ચૂકવી રહ્યું છે.

LEAVE A REPLY