પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ન્યૂ યોર્કમાં 38 વર્ષીય ઇન્ડિયન અમેરિકન નિકેશ અજય પટેલે 20 મિલિયન ડોલરના લોન કૌભાંડનો ગુનો કબુલ્યો છે. બીજા એક કૌભાંડમાં ટ્રાયલ દરમિયાન મુક્ત થઈને આરોપીએ વધુ એક કૌભાંડ આચર્યું હતું.   

એટર્ની રોજર બી હેન્ડબર્ગે સોમવાર (6 માર્ચ) જણાવ્યું હતું કે ફ્લોરિડામાં રહેતા નિકેશ અજય પટેલ સામે વાયર ફ્રોડ કરવાના ષડયંત્રના એક આરોપ સહિત કુલ 13 આરોપ હતા. નિકેશ પટેલ સામે વાયર ફ્રોડના ત્રણ આરોપમની લોન્ડરિંગ કરવાના કાવતરાના એક આરોપ અને મની લોન્ડરિંગના આઠ આરોપ પણ હતા.  

તેને ષડયંત્ર અને વાયર ફ્રોડના દરેક ગુના માટે ફેડરલ જેલમાં મહત્તમ 30 વર્ષની સજા અને દરેક મની લોન્ડરિંગની ગુના માટે 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેની સજાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.  

કોર્ટ દસ્તાવેજો અનુસાર નિકેશ પટેલ સામે અગાઉ 2014માં ઈલિનોઈસના નોર્ધન ડિસ્ટ્રિક્ટમાં યુએસ એટર્ની ઓફિસે USD 179 મિલિયનની છેતરપિંડીની યોજના માટે આરોપ મૂકવામાં આવ્યો હતોતેની ધરપકડ કરાઈ હતી અને બોન્ડ પર મુક્ત કરાયો હતો. આગામી કેટલાંક વર્ષો સુધી નિકેશ પટેલે દાવો કર્યો હતો કે તેઓ સત્તાવાળાઓને સહકાર આપી રહ્યા છે અને તેમની ઋણ ચૂકવણી કરવા માટે ભંડોળ એકઠુ કરવા તેમની વ્યવસાય કુશળતાનો ઉપયોગ કરી રહ્યા છે. વાસ્તવમાંપટેલે એક નવી સ્કીમ ઘડી હતી જેનાથી તેમને લગભગ USD 20 મિલિયન મળ્યા હતા. 

કોર્ટના દસ્તાવેજો અનુસાર નિકેશ પટેલે સૌપ્રથમ બનાવટી લોન દસ્તાવેજો બનાવ્યા હતા અને એવી રજૂઆત કરી હતી કે મિયામીની એક બેંકે ગ્રામીણ વિસ્તારોમાં હોટલોને આસિસ્ટેડ લિવિંગ ફેસિલિટીમાં રૂપાંતરિત કરવા માટે લોન મંજુર કરી છે. જોકે મિયામીની બેંક તેને ક્યારેય કોઈ લોન આપી નથી. 

લોન પર હસ્તાક્ષર કરનાર તરીકે વ્યક્તિનું નામ પણ બનાવટી હતું. આ પછી નિકેશ પટેલ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ને તેના બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રી ગેરેન્ટી લોન પ્રોગ્રામ હેઠલ લોનની ગેરંટી આપવા માટે અરજી કરી હતી. USDAએ બનાવટી લોનની ગેરંટી આપવા સંમત થઈ હતી. તે પછી આરોપીએ  ફેડરલ એગ્રીકલ્ચરલ મોર્ટગેજ કોર્પોરેશન (ફાર્મર મેક)ને નકલી લોનનો ગેરંટીવાળા હિસ્સો વેચી દીધો હતો. આરોપીએ ત્રણ વખત આ ષડયંત્ર રચીને 20 મિલિયન ડોલરની કમાણી કરી હતી. તેને અમેરિકામાંથી ભાગી જવાની પણ યોજના બનાવી હતી.  

2018 માં ઇલિનોઇસના નોર્ધન જિલ્લામાં સજાના ત્રણ દિવસ પહેલા આરોપીની કિસિમીના એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. તેને એક્વાડોર માટે ફ્લાઇટ ચાર્ટર્ડ કરી હતીજ્યાં તેનો ઇરાદો રાજકીય આશ્રયની વિનંતી કરવાનો હતો. માર્ચ2018 ના રોજ તેને ઇલિનોઇસના ઉત્તરી જિલ્લામાં તેના કેસ માટે ફેડરલ જેલમાં 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.  

LEAVE A REPLY