(ANI Photo)

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જો સત્તા પર આવીશું તો રાજ્યમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ સહિતના સંખ્યાબંધ વચનો આપ્યાં હતા. કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કમલનાથે ચૂંટણી ઢંઢેરાને ‘વચનપત્ર’ નામ આપ્યું હતું. આશ્ચર્યજકન વચનમાં કોંગ્રેસે મધ્યપ્રદેશની પોતાની આઈપીએલ ટુર્નામેન્ટની ટીમ બનાવવાનું પણ વચન આપ્યું હતું.  

કોંગ્રેસે વચન આપ્યું હતું કે તેમની સરકાર બનશે તો અઢી હજાર રુપિયા પ્રતિ ક્વિન્ટલ ધાન અને ઘઉં 2600 રુપિયા પ્રતિ ક્વિન્ટલના દરે ખરીદવામાં આવશેતેમજ બે રુપિયાના દરે છાણ ખરીદવાનું વચન પણ સામેલ છે. કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત કહી છે. જ્યારે ખેડૂતો માટે કૃષિ લોન માફી યોજના ચાલુ રાખવામાં આવશે અને ખેડૂતોના દેવા માફ કરાશે. પક્ષે બંધારણમાં લોકોને જે અધિકાર આપવામાં આવ્યા છેતે કાયમ રાખશે. ઢંઢેરામાં 6 મહિનામાં નોકરીની ચાર લાખ જગ્યા ભરવાનું વચનતેમજ બેરોજગાર સ્નાતકને ત્રણ હજાર રુપિયાનું ભથ્થું આપવાનું પણ વચન આપ્યું છે. 

LEAVE A REPLY