India-Pakistan battle in Dubai today in Asia Cup
(ANI Photo/BCCI twitter)

શ્રીલંકા અને ન્યૂ ઝીલેન્ડની ક્રિકેટ ટીમ આગામી જાન્યુઆરી મહિનામાં ભારતના ટુંકા પ્રવાસે જશે. બન્ને ટીમ ભારત સામે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમશે. શ્રીલંકાનો પ્રવાસ ત્રીજી જાન્યુઆરીએ ટી-20 સાથે થશે અને 15મી જાન્યુઆરીએ ત્રીજી વન-ડે સાથે પુરો થશે. ન્યૂ ઝીલેન્ડનો પ્રવાસ 18 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીનો રહેશે. 

શ્રીલંકા – ભારત વચ્ચેની ટી-20ની પ્રથમ મેચ ત્રીજી જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ પાંચમીએ પૂણેમાં અને ત્રીજી મેચ સાતમીએ રાજકોટમાં રમાશે. એ પછી પ્રથમ વન-ડે 10મીએ ગુવાહાટીમાં, બીજી મેચ 12મીએ કોલકાતામાં તથા છેલ્લી મેચ 15મીએ થિરૂવનંથપુરમ્ ખાતે રમાશે.

ન્યૂઝીલેન્ડની ટીમના ભારત પ્રવાસની શરૂઆત ત્રણ મેચની વન-ડેની શ્રેણીથી થશે. પ્રથમ મેચ 18મી હૈદરાબાદમાં, બીજી વન-ડે 21મીએ રાયપુરમાં અને છેલ્લી મેચ 24મીએ ઈન્દોરમાં રમાશે.

ટી-20ની સીરીઝ 27 જાન્યુઆરીએ રાંચીથી શરૂ થેશે. બીજી મેચ 29મીએ લખનઉમાં અને છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

LEAVE A REPLY